Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રથમ વખત બાળકો-મહિલાઓ માટે અનોખો પંદર દિવસીય નિઃશુલ્ક કેમ્પઃ પ્રશંસનિય

આઈએમ પોસિબલ ફાઉન્ડેશન, વનરૂપી સેન્ટર તથા ઉપાસના આર્ટ સ્ટુડિયોના ઉપક્રમે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર શહેરમાં પ્રથમ વખત આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન અને વનરૂપી સેન્ટર તથા ઉપાસના આર્ટ સ્ટુડિયો દ્વારા નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યં છે. આ કેમ્પ તા. ૨૫-૫ થી તા. ૮-૬ સુધી સવારે ૧૧:૩૦ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી મોટી હવેલી શેરી કાજી ચકલા, અંબર ચોકડી, ઝુંપડપટ્ટી વિસ્તાર તથા બાલા હનુમાન મંદિર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

ભાટિયાના પત્રકાર નિલેશભાઈ કાનાણીના હસ્તે દિપ પ્રાગટય કરાવીને આ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પ અંતર્ગત ગરીબ અભણ બાળકો માટે મૂળ અક્ષરજ્ઞાન, કલાનું શિક્ષણ તથા બટુક ભોજન, બાળલૈંગિક શોષણ વિશે જાગૃતિ તથા બચવાના ઉપાય, કિશોરાવસ્થા દરમ્યાન થતી શારીરિક તેમજ માનસિક સમસ્યાઓનું સમાધાન, સ્ત્રીઓ માટે ઘરેલું હિંસા સામે રક્ષણના ઉપાય, લગ્ન માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અને માર્ગદર્શન, બાળ કાઉન્સેલિંગ, કૌટુંબિક કાઉન્સેલિંગ, દિવ્યાંગ કાઉન્સેલિંગ સહિતની સેવા આપવામાં આવે છે.

જનહિતમાં થયેલ આ પ્રયાસથી અનેક લોકોને જીવનમાં નવી દિશા મળી શકશે. આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન અને વન રૂપી સેન્ટર તથા ઉપાસના આર્ટ સ્ટુડિયો દ્વારા પ્રથમ કેમ્પ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૩૧ દિવસનો લગાવવામાં આવ્યો હતો. કુલ ૪૯ લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. હાલ તેઓનો આ દ્વિતીય કેમ્પ છે.

આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન, વન રૂપી સેન્ટર તથા ઉપાસના આર્ટ સ્ટુડિયોના સંસ્થાપક અને સંચાલક એવા ઉપાસના ઠક્કર જેઓ જામનગરની ધરા પર જન્મેલ ઉચ્ચ કોટિના ગાયક, તબલા વાદક, ચિત્રકાર, શિલ્પકાર, કાઉન્સેલર, આર્ટ થેરાપિસ્ટ, સામાજિક કાર્યકર્તા તથા વિવેચક છે. તેઓ સ્વ. અનુભવ દ્વારા જણાવે છે કે, એવા કોઈ શારીરિક રોગ કે માનસિક વિકાસ નથી જે કલા થેરાપી દ્વારા દૂર ન થાય, મેં રંગો અને સ્વરના માધ્યમથી માનવ લાગણીઓને સ્પર્શવાનું શીખ્યું છે. મારા માટે શબ્દો કરતા રંગો અને સ્વર વધુ બખુબી વાત કરે છે. રંગો અને સંગીતના સાત સ્વરમાં એટલું સામર્થ્ય છુપાયેલું છે કે તેને અમુક ટેકનિકથી ઉપયોગમાં લેવામાં આવે તો તે અસંભવને સંભવ કરી દે. કોઈપણ પ્રકારની માનસિક સ્થિતિ જેને આજકાલ લોકો માનસિક રોગ કે ડિપ્રેશનના નામે ઓળખે છે તે હકીકતમાં કોઈ રોગ કે ડિપ્રેશન નથી પરંતુ તે મનનો એક વિકાર છે, મનની એક સ્થિતિ છે. જેમાંથી દૃશ્ય કલાઓ અને સંગીતના સાત સ્વર દ્વારા બહાર આવી શકાય છે. જીવનમાં આપણે જે અનુભવીએ છીએ તે કોઈને સમજાવવું હોય તો શબ્દો કરતા રંગો અને સ્વર એટલે કે કલા એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.

આજના સમયમાં સૌ કોઈને માનસિક શાંતિની સૌથી વધુ જરૂર છે જેના માટે કલા થેરાપી એ કુદરતી, અસરકારક અને સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે જે દરેકે અપનાવવો જોઈએ. આ કેમ્પ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. તેઓનો આગામી ત્રીજો કેમ્પ, જામનગરમાં રામેશ્વર, કે.પી. શાહની વાડી પાસે જલારામ મંદિરમાં તથા મચ્છર નગર બકાલા માર્કેટ વિસ્તારમાં યોજાવાના છે. શાળા, કોલેજ, ગામ, શહેર કે અન્ય જગ્યાએ આવા કેમ્પ યોજવા માટે ઉપાસના ઠક્કર મો. ૯૪૦૯૫ ૫૨૦૦૦નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh