Advertisement
Author: નોબત સમાચાર

પંજાબ પોલીસે યુ-ટયુબર જસબીરસિંહની કરી ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર

                                                                                                                                                                                                      

ચંદીગઢ તા. ૦૪: જયોતિ મલ્હોત્રા પછી પંજાબમાં વધુ એક યુટયુબરની ધરપકડ થઈ છે. પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ હેઠળ યુટયુબર જસબીરસિંહને પંજાબ પોલીસે દબોચી લીધો છે.

પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલએ આજે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં આવી છે.  તેના યુટ્યુબ પર ૧૧ લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે.

પોલીસે જણાવ્યું હતું કે, રૂપનગરમાં રહેતો જસબીર સિંહનો પાકિસ્તાનના સિક્રેટ એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે. જે એક આતંકી સમર્થિત જાસૂસી નેટવર્કનો હિસ્સો છે. જસબીરનો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અહેસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે અંગત સંબંધ હતાં. દાનિશ પાકિસ્તાન હાઈ કમિશનમાંથી બરતરફ કરવામાં આવેલો અધિકારી છે.

પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર સિંહે દાનિશના નિમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં ભાગ લીધો હતો.  જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અન્ય અધિકારીઓ અને બ્લોગર્સ સાથે થઈ હતી.  જસબીરે ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં ત્રણ વખ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં અનેક પાકિસ્તાન આધારિત ફોન નંબર છે. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે પીઆઈઓ સાથે પોતાના તમામ કોમ્યુનિકેશનના પુરાવા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના એસએસઓસીમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.

પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે ગઈકાલે તરણતારણ પોલીસ સાથે મળી એક જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાની જાસુસ ગગનદીપ સિંહની ધરપકડ કરી હતી. ગગનસિંહના પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણ સાથે સંપર્ક હતો. આરોપીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની એક્ટિવિટી અને ડિપ્લોમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની એજન્સીને આપી હોવાનો આરોપ હતો.

પહલગામ આતંકી હુમલા પછી દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન માટે જાસૂસી કરતાં લોકોની શોધ હાથ ધરાઈ હતી. જેમાં અત્યારસુધીમાં યુટ્યુબર, વિદ્યાર્થી, સિક્યોરિટી ગાર્ડ સહિત ૧૫થી વધુ પાકિસ્તાનના જાસૂસની ધરપકડ થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh