Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ ઈન્ડ. દ્વારા પડાણા ગામ અને રિફાઈનરી સંકુલમાં એન્ટી. ટોબેકો અભિયાન

'વર્લ્ડ નો ટોબેકો ડે' નિમિત્તે જનહિતમાં આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪:

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઈનરી સંકુલમાં ઘનિષ્ટ એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાંના કેન્સરનાં સમયસર નિદાન કરવું અને ગ્રામજનોને તમાકુમુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.

આ અભિયાન અંતર્ગત દંતચિકિત્સકો ડો. રોહિત અગરવાલ, ડો. મનીષા શ્રીકર અને ડો. ગીતા ડાંગરએ તમાકુના ઉપયોગના જોખમો, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન અને તમાકુ છોડવાની રીતો વિશે માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો તથા રિફાઇનરીના કર્મચારીઓએ સામૂહિક રીતે તમાકુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પછીથી યોજાયેલા મોઢાંના કેન્સરના નિદાન માટેના નિઃશુલ્ક કેમ્પમાં ૧૭૫થી વધુ ગ્રામજનો અને મોટી સંખ્યામાં રિફાઇનરી કર્મચારીઓ, ખાસ કરીને વાહનચાલકો, જોડાયા હતા. કેટલાક શંકાસ્પદ દર્દીઓના થૂંકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેથી આગળની તબીબી તપાસ થઈ શકે.

જાગૃતિ અભિયાનને વધુ લોક ભાગીદારીયુક્ત બનાવવા કેમ્પના કેન્દ્રસ્થાને 'સેલ્ફી બૂથ' મૂકવામાં આવ્યું હતું. કેમ્પમાં જોડાનાર સૌ લોકોએ  'તમાકુમુક્ત જીવન'ના સંદેશા સાથેના પ્લેકાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ફોટાઓ લઈને સોશ્યલ મીડિયા મારફતે જાગૃતિ પ્રસરે તે દિશામાં પણ એક પગલું ભર્યું હતું.

આ સમગ્ર અભિયાનથી પડાણા અને રિફાઇનરી વિસ્તારમાં માત્ર જાગૃતિ જ નહિ, પરંતુ તમાકુ વિરોધી સંકલ્પમાં સમુદાયની સક્રિય ભાગીદારી જોવા મળી જે તંદુરસ્ત ભવિષ્ય તરફ ઉઠાવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh