Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલકત વેરા અને પાણી ચાર્જ માટે
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૬ એપ્રિલથી ૨ જૂન સુધી એડવાન્સ ટેક્સ વળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં ૪૭૫૮૯ આસામીઓ દ્વારા આ યોજનાનો લાભ મેળવીને ૩૫ કરોડ ૫૬ લાખ ની રકમ ભરપાઈ કરવામાં હતી. તેમને રૂપિયા ૨ કરોડ ૭૮ લાખ નો વળતર આપવામાં આવ્યું હતું. એવી જ રીતે વોટર ચાર્જિસમાં ૨૧૩૨૧ મિલકત ધારકોએ રૂ. ૪ કરોડ ૧૨ લાખની રકમ ભરપાઈ કરી હતી અને રૂ. ૪૪ લાખનું વળતર મેળવ્યું હતું.
જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકત તથા પાણી વેરો એડવાન્સમાં ભરપાઈ કરનાર ને ૧૦ થી ૨૫ ટકા સુધીનો લાભ આપવામાં આવ્યો હતો.
જેમાં સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા રિબેટ આપવામાં આવ્યું હતું. તેમાં ૩૧૩૫૦ કરદાતાઓ ને રૂ. ૧,૭૯,૧૩, ૦૯૯નું રિબેટ આપવામાં આવ્યું હતું. જ્યારે
સિનિયર સિટીઝન ને ૧૫ ટકા રીબેટનો લાભ અપાયો હતો તેમ ૧૩૧૧૭ કરદાતાઓને રૂ.૮૮,૪૨, ૪૪૭ નું રિબેટ અપાયું હતું.
શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓને પણ ૧૫ ટકા રીબેટના લાભ અપાયો હતો જેમાં ૮૧ કરદાતાને ૩૬૭૬૦નો રિબેટના લાભ અપાયો હતો. બીપીએલ કાર્ડધારક વિધવાઓને ૧૫ ટકા રીબેટ અન્વયે ૧૭ કરદાતાને ૪૬૫૮નું વળતર અપાયું હતું. કન્યા છાત્રાલય ને કરવેરા માં રાહત ૨૫ ટકા રીબેટમાં ૬ કરદાતા એ લાભ મેળવી રૂ. ૧૦૨૬૨૨નું રિબેટ મેળવ્યું હતું. માજી સૈનિકોને કરવેરામાં રાહતમાં ૨૫ ટકા રીબેટ લાભ અન્વયે ૩૯ કરદાતા ને રૂ. ૨૫૧૩૦નું વળતર અપાયું હતું. સ્વાતંત્રય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને કરવેરામાં રાહત ૨૫ ટકા રીબેટમાં એક કરદાતાએ લાભ મેળવ્યો હતો જેમને રૂ ૬૧૫નું વળતર મળ્યું હતું. અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને કરવેરામાં રીબેટમાં ૨૫ ટકા રીબેટ આપવામાં આવ્યું હતું જેનો ૪ કરદાતાએ લાભ મેળવ્યો હતો જેમને રૂપિયા ૮૧૭૧૧ નું રિબેટ આપવામાં આવ્યું હતું.
સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ ૫ ટકા રીબેટ અન્વયે ૭૧૪ કરદાતાઓ દ્વારા ૮,૧૯,૬૮૬ ના રિબેટનો લાભ મેળવાયો હતો.
વધુમાં આ રીબેટ યોજના દરમ્યાન કુલ - ૨૫,૧૭૩ મિલ્કત ધારકોએ ઓનલાઈન ટેકસ ભરીને ૨ ટકા નો ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રકમ રૂ.૨૫૦ ) ૨કમ રૂ. ૧૬,૦૮,૩૦૦નું ડીસ્કાઉન્ટ મેળવેલ છે. તેમ જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફિસરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial