Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલઃ રોમાંચક ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપનઃ
અમદાવાદ તા. ૪: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચેના ફાઈનલ મેચ સાથે આ રોમાંચક ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.
એકાદ લાખ દર્શકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ર૦ ઓવરમાં ૧૯૦ રન કર્યા હતાં. તેના જવાબમાં પંજાબ કિંગ્સના ર૦ ઓવરમાં ૧૮૪ રન થતા આરસીબીનો ૬ રને વિજય થયો અને આઈપીએલમાં પ્રથમ વખત ચેમ્પિયન ટીમ થઈ હતી.
આઈપીએલ-ર૦રપ માટે જાહેર કરાયેલા ઈનામો મુજબ ચેમ્પિયન આરસીબીને રૂ. ર૦ કરોડ, રર્નર્સ અપ પંજાબ ટીમને રૂ. ૧૩ કરોડ, મુંબઈ ઈન્ડિયન્સને રૂ. ૭ કરોડ તથા ગુજરાત ટાઈટન્સને રૂ. ૬.પ કરોડના ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત સુપર સ્ટ્રાઈકર ઓફ ધી મેચ જીતેશ શર્માને રૂ. ૧ લાખ, ફેન્ટસ્ કીંગ ઓફ ધ મેચ શશાંક સીંઘને રૂ. ૧ લાખ, સુપર સિક્સ ઓફ ધી મેચ શશાંક સીંઘને રૂ. ૧ લાખ, ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધી મેચ કૃણાલ પંડ્યાને રૂ. ૧ લાખ, પ્લેયર ઓફ ધી મેચ કૃણાલ પંડ્યાને રૂ. ૧ લાખ, ઉભરતા ખેલાડી ઓફ ધી સિઝન સાંઈ સુદર્શનને રૂ. ૧૦ લાખ, સુપર સિક્સ ઓફ ધી સિઝન પૂરનને રૂ. ૧૦ લાખ, ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધી સીઝન મોહમદ સીરાજને રૂ. ૧૦ લાખ, કેચ ઓફ ધી સિઝન મેન્ડીસને રૂ. ૧૦ લાખ, ફેરપ્લે ટ્રોફી ચેન્નાઈ સુપર કિંગ્સને, પર્પલ કેપ અને રૂ. ૧૦ લાખ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને, ઓરેન્જ કેપ અને રૂ. ૧૦ લાખ બેટર સાઈ સુદર્શનને, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધી સિઝન સૂર્યકુમારને રૂ. ૧પ લાખ, પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ રૂ. પ૦ લાખ દિલ્હી ક્રિકેટ એસોસિએશનને આપવામાં આવ્યા હતાં.
૧૪ વર્ષના નવયુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સુપર સ્ટ્રાઈકર ઓફ ધી સિઝન માટે ટાટાની કર્વ મોડલની મોટર કાર ઈનામમાં આપવામાં આવી હતી, પણ તેની ઉંમર ૧૪ વર્ષની હોવાથી ચાર વર્ષ સુધી તો તે પોતે ડ્રાઈવ નહીં કરી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial