Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી પૂર્વે
જામનગર તા. ૪: જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી-૨૦૨૫ની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મહત્ત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા સાથે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. બેઠક દરમિયાન પોલીંગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવા, મતકુટીર/મતપેટીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ડિસ્પેચિંગ, રીસીવિંગ, સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ સ્થળ નક્કી કરવા, ઝોનલ અધિકારીઓ તથા પોલીંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ, તેમજ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial