Advertisement
Author: નોબત સમાચાર

બરડા ડુંગરના હનુમાનગઢ, રાણાવાવ, ભાણવડ વિસ્તારની કેસર કેરીની લોકોમાં ખૂબ જ ડીમાન્ડ

ફળોનો રાજા "કેરી"

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ગુજરાતમાં કેરી ખાવાના શોખીનો માં વલસાડી હાફુસ, કચ્છની કેસર, ગીરની કેસર, રત્નાગીરી હાફુસ, લાલબાગ જેવી કેરીઓ સાથે નવા જ સ્વાદ સાથેની બરડા ડુંગર વિસ્તાર હનુમાનગઢ થી રાણાવાવ તથા ભાણવડ પંથકની કેસર કેરી અનોખું સ્થાન ધરાવતી થઈ ગઈ છે.

હાલ ગીરની કેસર કેરી તાલાળા સહિતના પંથકની આવે છે તે જથ્થાબંધ છુટકમાં ત્યાં ૬૦૦/૭૦૦ રૂપિયા ૧૦ કિલો ભાવે સારી ક્વોલિટીમાં મળે છે. ત્યારે અહીં બરડા પંથકમાં ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા ૧૦ કિલો આપે છે, તો વિદેશમાં નિકાસ થતી આ કેરી ત્યાં એ ગ્રેડ સુપર ક્વોલિટીમાં કિલોના ૫૦૦-૭૦૦ના ભાવે જાય છે. વિદેશોમાં ખૂબ માંગ નીકળતા વરસાદ આવે ત્યાં સુધી મળતી આ કેરીના બગીચાઓ મોટાભાગના અત્યારથી જ ખાલી થઈ ગયા છે.

ખૂબજ મોટું પાકું ફળ તથા ઓરીજીનલ કેસર ગણાતી આ કેરી ઉપરથી લીલી હોય  અને અંદરથી કેસરી નીકળે છે અને ભાણવડ કિલેશ્વરના પાટીયાથી છેક રાણાવાવ સુધી રસ્તાની બન્ને તરફના બગીચાઓમાં પચાસેક સ્થળે ઢગલાબંધ કેરી ખૂબજ વેચાય છે.

કેરીમાં પણ ભેળસેળ !!

બરડા ડુંગર હનુમાનઢ થી રાણાવાવ સુધીની ખૂબજ પ્રખ્યાત તથા એકદમ મીઠી મોટા ફળની આ કેરીની માંગ વધતા જેમ ખંભાળીયાના પ્રખ્યાત શુદ્ધ દેશી ઘીમાં ભેળસેળ શરૂ થઈ ગઈ છે તેમ અહીં કેરીમાં પણ અવનવા પ્રયોગો કરીને ભેળસેળ તથા કૃત્રિમ રીતે પકાવવાનું શરૂ થયું છે.

ગીર કેસર જથ્થાબંધ ૫૦૦/૭૦૦ ની ૧૦ કિલો ત્યાંથી ટેમ્પા ભરીને અહીં લાવીને ઉપર મોટા ફળ બરડા કેસરના અને નીચે ગીર કેસરના ફળ રાખીને ૫૦૦/૭૦૦ ના ૧૧૦૦/૧૨૦૦ પડાવી લેતા હોવાની પણ ચર્ચા અહીં થાય છે. જેથી ઓરીજનલ અહીંની કેરી વેચનારાઓને મોટું નુકસાન પણ થાય છે. જેમ કે આ બરડાની કેરીની માંગ ખૂબજ હોય, લોકો દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, સોમનાથથી કેરી લેવા આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh