Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લાના રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા તાકીદ

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદી જણાવે છે કે, રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી, ગામમાં (વી.સી.ઈ.), દ્વારા તેમજ ગામમા સસ્તા અનાજની દુકાનધારકો પાસે અત્યારે પણ ઈ-કે.વાય.સી.ની કામગીરી કરવામાં આવી રહી છે.  જે નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાનું બાકી છે તે વહેલી તકે ઈ-કે.વાય.સી. કરાવી લેવા અને નાગરિકો ઘરે બેઠા પણ પોતાનું ઈ-કે.વાય.સી. "માય રેશન" મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરી શકે છે. ઉપરોકેત જગ્યાઓ પર ઈ-કે.વાય.સી.ની કામગીરી ચાલુ છે અને જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવવાનું બાકી છે તે ઈ-કે.વાય.સી. કરાવી લેશે પછી તેમને જથ્થો આપવામાં આવશે. તેની વહીવટી તંત્ર દ્વારા જે રેશનકાર્ડધારકોનું ઈ-કે.વાય.સી. બાકી છે તેમને ઈ-કે.વાય.સી. કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh