Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે. આ કામના કોન્ટ્રાકટર દ્વારા જાણી જોઈને ખૂબજ હળવી ગતિએ કામ ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થનાર છે ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મહાનગરપાલિકા વિપક્ષના નેતા ધવલભાઈ નંદાએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી છે.
આ આવેદનમાં જણાવ્યા પ્રમાણે આ કામના કોન્ટ્રાકટર દ્વારા જે કામ ચાલે છે તેમાં મનપાના કોઈ અધિકારી સુપર વિઝિટ કરતા નથી.
હાલ, સાધનાકોલોની વાળી કેનાલ, અંબર ચોકડી પાસે કેનાલ, તેમજ અન્ય કેનાલોમાં કચરો, ગંદકી ભરાયેલા છે, આ કચરા-ગંદકીને વ્યવસ્થિત સાફ કરવામાં આવતા નથી. જેથી થોડો વરસાદ પડશે તો પણ આ કેનાલ આસપાસના વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે તેમજ લોકોના માલ-સામાન, ઘરવખરીને નુકસાન થવાની ભીતિ છે. શહેરની મુખ્ય કેનાલો કચરાથી ખદબદે છે, પ્રિ-મોન્સૂન કામગીરી ખૂબજ બેદરકારી સાથે કરવામાં આવી રહી છે. મનપા દ્વારા કડક ચેકીંગ સાથે કોન્ટ્રાકટર આ કામગીરી સારી રીતે તાકિદે પૂર્ણ કરે તેવી માંગણી તેમણે કરી છે. લાખો રૂપિયાના કોન્ટ્રાકટના કામમાં દર વર્ષે સાવ વેઠ ઉતારવામાં આવતી હોવાથી નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial