Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિ' સુધી તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે યથાવત રહેશે
અમદાવાદ તા. ૩: રાજ્યના હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી કરી છે અને આગામી પાંચ દિવસ સુધી તાપમાન ૪૦ ડિગ્રીની નીચે યથાવત રહેશે તેવું અનુમાન કર્યું છે. ગુજરાતમાં ૩ દિવસ રાહત બાદ ફરી ગરમી વધશે. જેમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શકયતા છે. તેમાં હવામાન વિભાગની ૧ થી ર ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. ઉત્તર-પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ છે. જેમાં રાજ્યમાં રજી એપ્રિલના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ ૩૭.૬ ડિગ્રી તથા ગાંધીનગર ૩૭ ડિગ્રી રહ્યું છે.
ભાવનગર ૩૮.૭ ડિગ્રી, સુરત ૩૭.૮ ડિગ્રી, વડોદરા ૩૭.૪ ડિગ્રી, બનાસકાંઠા ૩૯.૧ ડિગ્રી તેમજ કચ્છ ૩૮.૦૧ ડિગ્રી સાથે જુનાગઢ ૩૭.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં માર્ચના મહિનાના અંતિમ દિવસોથી જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભીષણ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે, એટલે કે ૪૦ ડિગ્રીએ તાપમાન પહોંચવાની શકયતા છે.
આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીનો અનુભવ થશે. જો કે, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial