Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી

બપોરે ગરમી, રાત્રે ઠંડકથી બેવડી ઋતુનો અનુભવઃ

જામનગર તા. ૩: જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર તરફથી છેલ્લા ચોવીસ કલાકના તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં. જેમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૧ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૯૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

બપોરે ગરમી અને સાંજે ઠંડકના પગલે અનુભવાતી બેવડી ઋતુની વિપરીત અસર નગરજનોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં શરદી, તાવ, પેટ તથા માથામાં દુઃખાવાના કેસ વધારે નોંધાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh