Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા યથાવતઃ તંત્ર શેની રાહ જુએ છે?

રાજકોટમાં વળતર ચુકવવાનો આદેશ થયો છેઃ

જામનગર તા. ૩: જામનગરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત જળવાયો છે કોર્ટની ટકોર પછી થોડા દિવસની ઝુંબેશ પછી ઢોર પકડવાની કામગીરી ઢીલી પડી છે. આથી નગરજનોને મુશ્કેલી ૫ડી રહી છે. હજુ તાજેતરમાં જ રાજકોટના કિસ્સામાં ઢોરથી મૃત્યુના કેસમાં ૧૩ લાખથી વધુ વળતર ચુકવવાનો આદેશ થયો હતો જો જામનગરમાં આવો કેસ બનશે તો તેની સીધી જવાબદારી મહાનગર પાલિકાના અધિકારીની ગણી શકાય. તો તંત્ર શેની રાહ જુવે છે?

જામનગરના અનેક જાહેર રસ્તા ઉપર ઢોરના અડીંગા અને આંટાફેરા જોવા મળી રહ્યા છે. આથી રાહદારીઓ, વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જયારે પણ અદાલત દ્વારા આકરી ટકોર કરવામાં આવે ત્યારે ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે પરંતુ થોડા દિવસ પછી ઝુંબેશ પડતી મૂકવામાં આવે છે. આથી લોકોને કોઈ રાહત મળતી નથી.

થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં ઢોરથી મૃત્યુના કેસમાં અદાલતે રૂ. ૧૩ લાખથી વધુ વળતર ચુકવવાનો મહાનગરપાલિકાને આદેશ કર્યો હતો. તો શું જામનગર મહાનગરપાલિકા આવા કોઈ બનાવની રાહ જુવે છે ? અને જો વળતર ચુકવવાની નોબત આવી તો જવાબદારી કોની ? અધિકારીની ? હકીકતે ઢોર પકડવાની ઝુંબેશ દરરોજ નિયમિત ચાલવી જોઈએ તો જ નગરજનોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh