Advertisement
Author: નોબત સમાચાર

તાઈવાનમાં તારાજી સર્જતો ૭.પની તીવ્રતાનો ભૂકંપઃ ઈમારતો ધ્વસ્ત

જા૫ાનના બે દ્વિપોમાં સુનામીઃ તાઈપેઈમાં વીજ પુરવઠો પરિવહન ઠપ્પઃ ઈન્ટરનેટ બંધઃ સાત મૃત્યુઃ મૃતાંક વધી શકે

નવી દિલ્હી તા. ૩: આજે સવારે તાઈવાનમાં ૭.પ ના ભૂકંપથી          તબાહીનું તાંડવ સર્જાયું છે અને એકનું મૃત્યુ અને ૭૫૦ ને ઈજા તથા હજારો લાપત્તા થયા છે. ચીનમાં પણ ધરાજી ધ્રુજી છે. જાપાનના બે દ્વિપોમાં સુનામી આવી છે.

તાઈવાનની રાજધાની તાઈપેઈ આજે સવારે જોરદાર ભૂકંપના આચકાથી હચમચી ઊઠ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.પ હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી હતી. તાઈવાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં સાત વ્યક્તિના મોતના અહેવાલ છે, જ્યારે સાતસો પચાસથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે. હજારો લોકો લાપત્તા છે.

તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણાં મકાનો અને ઈમારતો પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયા હતાં. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ ભૂકંપની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમેલી થઈ ગઈ છે. તાઈવાન જોરદાર ભૂકંપથી હચમચી ગયું છે. તેથી અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં   આવી છે.

તાઈવાનમાં શાળાઓ અને સરકારી કચેરીઓને વર્ગો બંધ કરીને કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભૂકંપના કારણે અનેક ઐતિહાસિક ધરોહરોને પણ નુક્સાન થયું છે. અહેવાલો અનુસાર બીજા વિશ્વ યુદ્ધ પહેલા બનેલી એક શાળાને પણ નુક્સાન થયું છે. જાપાનની સૌથી મોટી એરલાઈન્સ જાપાન એરલાઈન્સે ઓકિનાવા અને કાગોશિયા વિસ્તારોમાંથી તમામ ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ સાથે સુનામીની સંભાવનાવાળા વિસ્તારો તરફ જતી ફ્લાઈટ સેવાઓને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓકિનાવાના નાહા એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. તાઈવાનમાં આ પ્રચંડ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવી રહી છે.

તાઈવાનની રાજધાની તાઈપેઈના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટર વુ ચીએન કુએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર દેશમાં અને આસપાસના ટાપુઓ પર અનુભવાયા હતાં. ૧૯૯૯ પછી દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તેમણે કહ્યું કે આગામી થોડા દિવસોમાં વધુ ભૂકંપ આવવાની સંભાવના છે. ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

તાઈવાનમાં આવેલા આ ભૂકંપને રપ વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતાં.

ચીની મીડિયાનું કહેવું છે કે, ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તાઈવાનમાં ભૂકંપ આવ્યાના લગભગ ૧પ મિનિટ પછી જાપાનના યોનાઈગુઈ દ્વીપ પર લભગભ એક ફૂટ ઊંચી સુનામીની લહેર જોવા મળી હતી. જાપાનમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સુનામીના તરંગો ત્રણ મીટર સુધી ંઊંચા હોઈ શકે છે. જાપાનના જાહેર પ્રસારણકર્તા એનએચકેનું કહેવું છે કે જાપાનના ૧-૭ ની તીવ્રતાના સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 'અપર ૬' તરીકે નોંધવામાં આવી છે. અપર ૬ ધરતીકંપનો અર્થ એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ ઊભો રહી શકતો નથી અને ફ્રોલ કર્યા વિના આગળ વધી શકતો નથી.

ફિલિપાઈન્સે સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ અનેક પંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે અને અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે.

તાઈવાનમાં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા રપ વર્ષમાં દેશનો સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવ્યો છે. આ પહેલા ૧૯૯ર માં તાઈવાનના નોન્ટુ ફાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં રપ૦૦ થી વધુ લોકોના મોત થયા હતાં અને ૧૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

જાપાનના હવામાન વિભાગે જણાવ્યું છે કે, ભૂકંપના આંચકા આશરે એક અઠવાડિયા સુધી આવતા રહેશે જેથી એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી હતી. આ દરમિયાન ફાયર, પોલીસ અને વહીવટી તંત્ર વીજળી અને કાટમાળ ખસેડવામાં પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh