Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રિમ કોર્ટે સંજયસિંહના જામીન મંજુરીના આદેશમાંથી હટાવ્યો

રાજકીય ગતિવિધિમાં ભાગ લેવાનો મુદ્દોઃ

નવી દિલ્હી તા. ૩: સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન  મંજુર થયા પછી સંજયસિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકે તે મુદ્દો હટાવી દેવાયો છે.

સુપ્રિમ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહને દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં જામીન આપ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેનો વિરોધ ન કર્યો. ઈ.ડી.એ કહ્યું કે તેને સંજયસિંહને જામીન આપવામાં કોઈ વાંધો નથી. ત્યારપછી કોર્ટે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો, પરંતુ આદેશની લેખિત કલમમાં સુપ્રિમ કોટે તે નિવેદનને હટાવી દીધું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સંજયસિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકે છે. દિનેશ અરોરાએ કહ્યું હતું કે તેણે સંજયસિંહના કહેવા પર અનેક રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની ખંડપીઠે મૌખિક રીતે અવલોકન કરતા કહ્યું કે સંજયસિંહ જામીનના સમયગાળા દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે હક્કદાર હશે. સુપ્રિમ કોર્ટે એક લેખિત આદેશમાં સંજયસિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીનું નિવેદન પણ નોંધ્યું છે કે તેમના અસીલ (સંજયસિંહ) વર્તમાન કેસમાં તેમની ભૂમિક અંગે કોઈ જાહેર ટિપ્પણી નહીં કરે. તમને જણાવી દઈએ કે જામીન અરજી પર સુનાવણી દરમિયાન સંજયસિંહના વકીલે સુપ્રિમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ આ શરત માટે પોતાની સંમતિ આપી હતી.

દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં સંજયસિંહની કસ્ટડીની માગણી કરતી અરજીમાં ઈ.ડી.એ તેને 'ચાવીરૂપ કાવતરાખોર' ગણાવ્યા હતાં, જો કે તે દારૂ કૌભાંડ કેસમાં આરોપી નથી, જેની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી રહી છે. ઈ.ડી.એ સંજયસિંહ પર કથિત દારૂ કૌભાંડમાંથી ઉદ્ભવતા 'ગુનાની આવક'ને કાયદેસર કરવાનો આરોપ મૂક્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમ સંજયસિંહ પર પણ મની લોન્ડરીંગનો આરોપ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની કલમ ૩ હેઠળ 'ગુનાની આવક' છૂપાવવી એ પણ ગુનો છે. તેની રિમાન્ડ અરજીમાં ઈ.ડી.એ કહ્યું હતું કે, 'સંજયસિંહ લિકર પોલિસી (ર૦ર૧-રર) કૌભાંડમાંથી ઉદ્ભવતા 'ગુનાની આવક'ને લોન્ડરીંગમાં સામેલ છે. તે દારૂના વેપાર સાથે જોડાયેલા જુથો પાસેથી ગેરકાયદેસર નાણા લાંચ લેવાના કાવતરાનો ભાગ છે. તેણી ર૦૧૭ થી દિનેશ અરોરા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ દિનેશ અરોરા તેમજ તેમના કોલ રેકોર્ડસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. દિનેશ અરોરા એક બિઝનેસમેન છે જેમના પર અગાઉ 'સાઉથ ગ્રુપ' (દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આરોપી દક્ષિણ ભારતના વ્યક્તિઓનું જુથ) અને આપ વચ્ચે 'લાંચની ચેનલ' હોવાનો ઈડી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો.'

ઈ.ડી.એ તેની રિમાન્ડ અરજીમાં દાવો કર્યો હતો કે દિનેશ અરોરાએ તપાસકર્તાઓને કહ્યું હતું કે તેણે સંજયસિંહના કહેવા પર અનેક રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી અને આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે ૮ર લાખ રૂપિયાના ચેક મેળવ્યા હતાં. ઈ.ડી.એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દિનેશ અરોરાએ તેમના સહયોગી સર્વેશ મિશ્રા દ્વારા રાજ્યસભાના સાંસદ સંજયસિંહને ર કરોડ રૂપિયા રોકડા આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh