Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિના કન્વીનર તરીકે ડી.ડી.ઓ.ની નિમણૂક

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત

ખંભાળીયા તા. ૩: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિના કન્વીનર તરીકે નોડલ ઓફિસર ફોર એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરાઈ છે.

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ યોજવા અંગેની જાહેરાત તા. ૧૬-૩-ર૪ ના કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાતથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયેલો છે. ભારતના ચૂંટણીપંચ તરફથી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસઓપી) નિયત કરવામાં આવેલ છે, જેની વિગતે સીઝર કરવામાં આવતા રોકડ-મુદ્દામાલને મુકત કરવા સબંધે જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિઓને અસુવિધા ન થાય તેના માટે અને તેમની જો કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.

આ જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિના કન્વીનર તરીકે નોડલ ઓફિસર ફોર એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકાની નિમણૂક કરવામાં આવેલ છે. તેઓના મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૬૪૯ર છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh