Advertisement
Author: નોબત સમાચાર

ફર્નિચરની દુકાનમાંથી રૂ.૯૮,૫૦૦ ચોરાઈ ગયાની કર્મચારીએ કરી ફરિયાદ

સોમવારની રાત્રે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે થઈ ચોરીઃ

જામનગર તા. ૩: જામનગરના ખોડિયાર કોલોની રોડ પર મયુર કોમ્પલેક્ષમાં ડેકોરા ફર્નિચરમાં સોમવારની રાત્રે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે ચોરી થયાની ફરિયાદ કરવામાં આવી છે. કાચની દીવાલને ઈંટથી તોડી ઘૂસી ગયેલા તસ્કરે અંદરથી રૂ.૯૮,૫૦૦ રોકડા ઉઠાવ્યા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ખોડિયાર કોલોની રોડ પર આવેલા મયુર કોમ્પલેક્ષમાં પહેલાં માળે ડેકોરા ફર્નિચર નામની દુકાનમાં સોમવારની રાત્રે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ચોરી થઈ હતી. જેની આ દુકાનના કર્મચારી હર્ષ ચંદ્રેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમની દુકાનમાં રાત્રે ત્રણેક વાગ્યે ગેલેરી સાઈડની કાચની દીવાલ કોઈ તસ્કરે ઈંટથી તોડી નાખી દુકાનમાં પ્રવેશ કર્યાે હતો. તે પછી એકાદ કલાક સુધી દુકાનમાં ખાંખાખોળા કરી તસ્કરે કેશ કાઉન્ટરનું ડ્રોઅર તોડી તેમાંથી રૂ.૯૮,૫૦૦ રોકડા ચોરી કરી લીધા હતા. સિટી-સી ડિવિઝનના પીએસઆઈ એચ.એ. પીપળીયાએ આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh