Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપસરપંચ દ્વારા સત્તાનો દૂર ઉપયોગઃ
જામનગર તા. ૩: જામનગર તાલુકાના ધુતારપર ગામમાં ઉપસરપંચ દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને ઝાડ કાપવા, માટી મોરમની ચોરી કરવા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી છે.
ધુતારપર ગામના હંસાબેન જીતેન્દ્રભાઈ મહિડાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે ગામના ઉપસરપંચ પરેશભાઈ છગનભાઈ ભંડેરી દ્વારા પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરવામાં આવે છે અને વન વિભાગની મંજુરી વગર અનેક ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦ થી ૧ર માણસો મારફત મશીનરીનો ઉપયોગ કરીને જમીનમાંથી મંજુરી વગર માટી-મોરમ કાઢી રહ્યા છે અને ખનીજ ચોરી કરે છે. તેમજ અમોને જાતિ પ્રત્યે પણ અપમાનીત કરવામાં આવે છે. અગાઉ તેઓ દ્વારા અમને માર પણ મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ પણ નોંધાવાઈ હતી આથી તેમની સામે નિયમ મુજબ પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial