Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂકં૫ની તારાજી ટાણે જ
નવી દિલ્હી ૩: તાઈવાનમાં ભૂકંપે તારાજી વેરી છે. ત્યારે જ ચીને હવાઈ અને જળમાર્ગાે ઘૂસણખોરી કરી હોવાના દાવા સાથે સોશિયલ મીડિયામાં વીડિયા અપલોડ થયા છે. આ મુદ્દે ચીન મૌન સેવી રહ્યું છે.
શક્તિશાળી ભૂકંપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યું છે. આમ છતાં ઝેરીલુ ચીન મુસીબતમાં પણ પોતાના માટે અવસર શોધી રહ્યું છે. એક તરફ ભૂકંપે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો હતો અને બીજી તરફ ચીને તાઈવાનની હવાઈ સીમામાં અને જળસીમામાં ૩૦થી વધારે લડાકુ વિમાનો તેમજ નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી કરી હોવાનો આક્ષેપ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કર્યાે છે.
ચીન તાઈવાન પર પોતાનો દાવો કરતું રહ્યું છે અને છાશવારે તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપતું રહ્યું છે. તાઈવાન ભૂકંપની ત્રાસદી વેઠી રહ્યું છે ત્યારે પણ ચીને ફરી એક વખત આ ટચૂકડા દેશને પોતાની સૈન્ય શક્તિથી ડરાવવાનો પ્રયત્ન કર્યાે છે. તાઈવાનનું કહેવું છે કે, ચીનના ૩૦ વિમાનોએ અમારી હવાઈ સીમા ઓળંગી હતી અને ચીનના યુદ્ધ જહાજો પણ અમારા દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. એ પછી તાઈવાનની વાયુસેના તેમજ નેવીએ કાર્યવાહી કરી હતી.
ચીને જો કે હજુ સુધી તાઈવાનના દાવાનો જવાબ નથી આપ્યો પણ સોશિયલ મીડિયા પર તાઈવાન પાસે ચીની જહાજો પહોંચ્યા હોવાના દાવા સાથે વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જે સાચા છે કે નહી તેની જાણકારી હજી મળી નથી.
ગત મહિને પણ તાઈવાને પોતાની હવાઈ સીમા નજીક ૩૬ ચીની લડાકુ વિમાનો ઉડી રહ્યા હોવાનો દાવો કર્યાે હતો. જો કે, આ વર્ષે ચીનની વાયુસેનાની તાઈવાનની હવાઈ સીમામાં ઘૂસણખોરી વધી ગઈ છે. હવે તો ભૂકંપ જેવી આપદાને અવગણીને પણ ચીને તાઈવાનને ડરાવવાનંુ ચાલુ રાખ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial