Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે રાજ્ય સભામાંથી નિવૃત્તઃ સોનિયા ગાંધીની એન્ટ્રી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને અપાઈ લોકસભાની ટિકિટઃ

નવી દિલ્હી તા. ૩: પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિત પ૪ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થયો છે. તેમાં ૯ તો કેન્દ્રિય મંત્રી છે. તે પછી અશ્વિની વૈષ્ણવને લોકસભાની ટિકિટ અપાઈ છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ૯ કેન્દ્રિય મંત્રી સહિત પ૪ સાંસદો રાજ્યસભામાંથી આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને તે પૈકી કેટલાક સંસદ ઉપલા ગૃહમાં પરત ફરશે નહીં. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ૩૩ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા પછી આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના સ્થાને સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં સાંસદ તરીકે એન્ટ્રી કરશે.

દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહનસિંહ પ્રથમ વખત ૧૯૯૧ માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી દેશના નાણામંત્રી અને ર૦૦૪ થી ર૦૧૪ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતાં. ૯૧ વર્ષિય મનોમહનસિંહની વર્તમાન ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી પ્રથમ વખત રાજ્યસભામાં એન્ટ્રી કરશે. સાત કેન્દ્રિય મંત્રી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન અને મત્સ્ય મંત્રી પરસોત્તમ રૂપાલા, આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરન, માઈક્રો અને નાના તથા મધ્યમ કદના મંત્રી નારાયણ રાણે અને રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી એલ. મુરુગનની રાજ્યસભાની મુદ્ત મંગળવારે સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રિય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રાજ્યસભાની મુદ્ત આજે સમાપ્ત થઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે, વૈષ્ણવને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાના ૪૯ સાંસદો મંગળવારે, પાંચ આજે નિવૃત્ત થશે. સપાના જયા બચ્ચન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, જો કે સપાએ સ્ટેટ કાઉન્સિલમાં ફરીથી નિમણૂક કરી છે.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ આજે નિવૃત્ત થઈ રહ્યા છે, જો કે તે હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી હારી ગયા હોવાથી રાજ્યસભામાં રિનોમિનેટ થશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh