Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયા સ્કૂલ પાસે મોટરની ટક્કરથી બે યુવક ઘાયલઃ
જામનગર તા. ૩: જામનગરના હરીયા સ્કૂલ રોડ પર સોમવારે એક મોટરે બાઈકને ઠોકર મારતા બે યુવાન ઘવાયા છે. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસે એક ટ્ર મીલરે મોટરસાયકલને હડફેટે લેતાં જીવાપરના દંપતીને ઈજા થઈ છે. ઉપરાંત વસઈ ગામ પાસે એક ટ્રકની ટક્કરથી મોટર ડિવાઈડર ટપીને સામેથી આવતા બાઈક સાથે ટકરાતા એક યુવક ઘવાયો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરના પાણાખાણમાં રહેતા ઉદયભાઈ રામભાઈ ગાગીયા તથા તેમના ભાગીદાર જગદીશભાઈ કાનાભાઈ સોમવારે બપોરે હરીયા સ્કૂલ પાસેથી જીજે-૧૦-બીએસ ૪૬૪ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએન ૬૦૬૫ નંબરની બલેનો મોટરે તેઓને પાછળથી ઠોકર મારતા બંને યુવાન રોડ પર પછડાયા હતા. અકસ્માત સર્જી મોટરનો ચાલક નાસી ગયો હતો. તેની સામે ઉદયભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના જીવાપર ગામના વેલજીભાઈ લાધાભાઈ પરમાર તથા તેમના પત્ની ગઈ તા.૧૨ની સાંજે મોટરસાયકલમાં જામનગર તરફ આવતા હતા ત્યારે ખંભાળિયા બાયપાસ પાસે જીજે-૩-એચઈ ૮૦૮૯ નંબરના મીલર ટ્રકે ઠોકર મારતા વેલજીભાઈનો પગ ભાંગી ગયો છે અને તેમના પત્નીને માથામાં ઈજા થઈ છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેલજીભાઈએ મીલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના યોગેશભાઈ જયદયાલ કરોરીયા ગઈ તા.રરની સવારે જીજે-૧૦-સીક્યુ ૮૭૧ નંબરના બાઈકમાં પાછળ બેસીને સિક્કા તરફ જતા હતા. ત્યારે વસઈની ગોળાઈમાં આરજે-૧૯-જીએફ ૭૯૯૧ નંબરનો ટ્રક આગળ જતી જીજે-૧૦-બીજી ૧૯૮૬ નંબરની મોટરના ઠાઠામાં ટકરાઈ પડ્યો હતો. તે પછી આ બંને વાહન ડિવાઈડર ટપીને યોગેશભાઈના બાઈક સાથે ટકરાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં બંનેને ઈજા થઈ છે. યોગેશભાઈએ ટ્રકચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial