Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નવાનગર કો.ઓપ.બેન્ક લિ.નો વર્ષ ર૦ર૩-ર૪ માં રૂ. ર૪.૦૬ કરોડનો કાર્યકારી નફો

ગ્રાહકોને મહત્તમ બેન્ક સેવા નિઃશુલ્ક : ઓછા દરે ધિરાણોઃ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગઃ

જામનગર તા. ૩: જામનગરની અગ્રગણ્ય સહકારી બેન્ક એવી નવાનગર કો.ઓપરેટીવ બેન્કે વર્ષ-ર૦ર૩-ર૪ માં રૂ. ર૪.૦૬ કરોડનો કાર્યકારી નફો કર્યો છે.

નવાનગર બેન્ક પોતાના ગ્રાહકોને તુલનાત્મક રીતે ઓછા વ્યાજદરથી વિવિધ ક્ષેત્રોમાં ધિરાણો આપે છે તથા મહત્તમ બેંકિંગ સેવા નિઃશુલ્ક ધોરણે આપે છે. ઉપરાંત જામનગર શહેરની જાહેર તથા સેવાકિય પ્રવૃત્તિમાં પણ સતત મહત્ત્વનું યોગદાન આપે છે.

હાલ બેન્ક પોતાની સ્થાપનાના ૪પમા વર્ષમાં સતત પ્રગતિ ભાગરૂપે નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના પરિણામો જાહેર કરાયા છે.

જેમાં થાપણો રૂ. ૯પ૯.૦૬ કરોડ, ધિરાણો રૂ. ૩પપ.ર૭ કરોડ, રોકાણો રૂ. ૬૬૧.૯૪ કરોડ અને કાર્યકારી નફો રૂપિયા ર૪.૦૬ કરોડ થયો છે.

આ ઉપરાંત સહકારી ભાવનાઓ પર સ્થાપિત આ સંસ્થા પોતાના સભાસદોને મેડિકલ સહાય, મરણોત્તર સહાય, સભાસદ ભેટ, ઉપરાંત ઘણાં વર્ષથી મહત્તમ ૧પ ટકા ડીવીડન્ટ પણ આપતી આવી છે.

બેન્કના ચેરમેન, વાઈસ ચેરમેન તથા ડાયરેકટરો પોતાના શહેરની બેન્ક તરીકે નવાનગર કો.ઓપ. બેન્કને પ્રાધાન્ય આપીને તથા જામનગરના ગ્રાહકોની ડિપોઝીટ જામનગરના લોન ધારકોને ઉપયોગમાં આવતી હોય બેન્કની ઉન્નતી થકી નવાનગર બેન્કની સતત પ્રગતિના ભાગરૂપે બેન્કે ચાલુ વર્ષમાં રૂ. ર૪.૦૬ કરોડનો નફો કર્યા છે. જેનો શ્રેય બેન્કના વિનયશીલ અને સતત સેવારત કર્મચારીઓને તથા સભાસદોને પોતાના બેકિંગ કાર્યો માટે સ્વઉન્નતિ અને શહેરના વિકાસમાં મહત્તમ ફાળો આપવા પણ વિનંતી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh