Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષત્રિય સમાજ દ્વારા ધગધગતા વિરોધ વચ્ચે
નવી દિલ્હી તા. ૩: રૂપાલા ક્ષત્રિયોના વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા છે, તેઓ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે, તેવી ચર્ચાઓ જોર પકડયું છે.
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી પહોંચ્યા છે, જેમાં આજે મળનારી કેબિનેટ બેઠકમાં હાજરી આપશે. કેબિનેટ બાદ રૂપાલાની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ શકે છે. પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા બેઠકમાં હાજરી આપશે.
બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માંગણી થઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેઓ ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે ગઈકાલે થયેલી બેઠક બાદ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવનમાં ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળનારી હતી. ત્યારબાદ ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટિની બેઠક મળશે, જેમાં રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે. હવે રાજપૂત સમાજની બેઠકને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજપૂત સમાજની બેઠકનું સ્થળ બદલાઈ શકે છે. ગુપ્ત સ્થળે બેઠક કરવા રાજકીય આગેવાનોની સૂચના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial