Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ જમીન બે વ્યક્તિને વેચવા અંગે થઈ હતી રાવઃ
જામજોધપુર તા. ૩: જામજોધપુર તાલુકા ભાજપના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને તેના પુત્ર સામે છેતરપિંડી કરવા અંગે ફરિયાદ થઈ હતી. તે કેસમાં આરોપી પિતાને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.પ,૦૦૦ રોકડાનો અદાલતે દંડ ફટકાર્યાે છે.
જામજોધપુર તાલુકાના સડોદર ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ તથા ભાજપ અગ્રણી વૃજલાલ ઠાકરશી દુધાગરા તથા તેમના પુત્ર હિતેશ દુધાગરા પાસેથી સડોદરમાં આવેલી સર્વે નં.૨૫૫વાળી ખેતીની જમીન ઓખામંડળના સુરજકરાડીના રસીકભાઈ ગિરધરભાઈ પાબારીએ વર્ષ ૨૦૦૭માં ખરીદી હતી. તેનો દસ્તાવેજ બનાવાયો હતો.
તે પછી ઉપરોક્ત જમીન બે વર્ષ પહેલા જ રાજેન્દ્રસિંહ જાડેજા નામના આસામીને દસ્તાવેજથી વેચાતી અપાઈ હોવાનું જાણવા મળતા રસીકભાઈએ છેતરપિંડી કરવા અંગે પિતા-પુત્ર સામે કોર્ટમાં જે તે વખતે ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત કેસ રજીસ્ટરે લેવા કોર્ટે હુકમ કર્યા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓ સામે ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પૈકીના વૃજલાલ ઠાકરશીને આઈપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭ના ગુન્હામાં તક્સીરવાન ઠરાવી બંને આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફે વકીલ ગિરધરભાઈ વાઘેલા, અરવિંદભાઈ બગડા અને સરકાર પક્ષ તરફથી પીપી એસ.બી. ઠાકોર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial