Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય જનતા પક્ષ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો વચ્ચે
રાજકોટ તા. ૩: ભાજપ દ્વારા રૂપાલા પ્રકરણ સંદર્ભે ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં પદ્મિનીબા વાળાએ અન્નત્યાગ કરતા ભાજપની મુશ્કેલી વધી છે.
લોકસભા ર૦ર૪ ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન પછી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.
આ નિવેદન પછી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે તેમ છતાં ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે. ત્યારે હવે પદ્મિનીબા વાળાએ રૂપાલાના વિરોધમાં અન્નનો ત્યાગ કર્યો છે અને સાથે ક્ષત્રિય મહિલાએ પણ આજે કહ્યું કે અમે પણ પદ્મિનીબા સાથે અન્નનો ત્યાગ કરીશું.
લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ્ ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમની સાથે ક્ષત્રિય મહિલાઓએ પણ અન્નનો ત્યાગ કર્યો છે.
એક તરફ આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં આમંત્રણ ન મળ્યાનું પદ્મિનીબા વાળાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેઠક ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ કોઈ આઠ વ્યક્તિ વચ્ચે ન થવી જોઈએ. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં પદ્મિનીબા વાળા અને ક્ષત્રિય મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે.
ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે અગાઉ મંગળવારે ગાંધીનગરમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા હતાં. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ, આઈ.કે. જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતાં. આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, 'રૂપાલાએ માફ માગી છતાં રોષ યથાવત્ છે. હું પણ વિનંતી કરૂ છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial