Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૩૫ લાખના ચેક પરતની કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરમાં બોક્સાઈટના વેપારી તરીકે જાણીતા તથા લોહાણા અગ્રણી એવા એક આસામીના પુત્ર સામે રૂ.૩૫,૦૦,૦૦૦ના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપી પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને શકનો લાભ આપ્યો છે. આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી તથા આરોપી વચ્ચે આવો કોઈ વ્યવહાર કરાયો નથી.
જામનગર-ખંભાળિયા માર્ગ પર સિક્કા પાસે આવેલી સૌરાષ્ટ્ર કેલ્સાઈન બોક્સાઈટ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીના ડાયરેક્ટર અને જામનગર તથા સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદાર એવા અરવિંદભાઈ પાબારીના પુત્ર જય પાબારી સામે રૂ.૩૫ લાખના ચેક પરતની રાઠોડ મહિપતસિંહ મનુભાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની કોર્ટમાં ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપી તથા ફરિયાદી વચ્ચે આવો કોઈ વ્યવહાર થયો નથી, ફરિયાદીએ કોઈ રીતે આરોપીનો ચેક મેળવી ખોટી ફરિયાદ કરી છે અને આ રકમ આપી શકે તેવી આર્થિક સદ્ધરતા પણ ફરિયાદી સાબિત કરી શક્યા નથી. તેમના બુકસ ઓફ એકાઉન્ટમાં પણ ઉપરોક્ત રકમ અંગે નોંધ થઈ હોય તે ફરિયાદી સાબિત કરી શક્યા નથી. તે સાબિત કરવાની જવાબદારી ફરિયાદીની છે.
બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીને શંકાનો લાભ આપી તેમનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, કિશોર ભટ્ટ, ભાવિન રાજદેવ, એ.વાય. કાસ્માણી, સચિન જોષી, અલ્કા નથવાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial