Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોમ્બે, હાલાર બેઠક તરીકે ઓળખાતા આ મતક્ષેત્રનું વર્ષ ૧૯૬ર થી 'જામનગર' નામકરણ થયું:
જામનગર તા. ૩: જામનગરની લોકસભાની સંસદીય બેઠકનું નામ આઝાદી મળ્યા પછી હાલાર બેઠક હતું, અને પ્રથમ લોકસભાના સભ્ય હિંમતસિંહજી બન્યા હતાં. તે પછી આ બેઠકનું નામ બોમ્બે બેઠક થયું, જેમાં વર્ષ ૧૯પ૭ ના વિજેતા કોંગ્રેસના ઉમેદવાર જયસુખલાલ હાથી હતાં. તેવો ઉલ્લેખ તે સમયના અખબારી અહેવાલોમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યની મે-૧૯૬૦ માં રચના થયા પછી આ બેઠક ૪-જામનગર સંસદીય મત વિસ્તાર તરીકે ઓળખવામાં આવતી હતી, અને તે સમયે આ બેઠક પરથી કોંગ્રેસના મનુભાઈ શાહ ચૂંટાયા હતાં. વર્ષ ૧૯૬૭ માં સ્વતંત્ર પક્ષના એન. દાંડેકર ચૂંટાયા હતાં.
વર્ષ ૧૯૭૧ માં આ બેઠક પરથી કોંગ્રેસના દોલતસિંહ જાડેજા વિજેતા થયા હતાં. કટોકટી પછી થયેલી વર્ષ ૧૯૭૭ ની ચૂંટણીમાં જનતા પાર્ટીના વિનોદભાઈ શેઠ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતાં, પરંતુ વર્ષ ૧૯૮૦ માં ફરીથી દોલતસિંહ જાડેજા વિજેતા થયા હતાં, અને વર્ષ ૧૯૮૪ માં પણ દોલતસિંહજીને જનાદેશ મળ્યો હતો.
વર્ષ ૧૯૮૯, વર્ષ ૧૯૯૧, વર્ષ ૧૯૯૬, વર્ષ ૧૯૯૮ અને વર્ષ ૧૯૯૯ માં પણ ભાજપના ચંદ્રેશ પટેલ આ બેઠક પરથી વિજેતા થયા હતાં. વર્ષ ર૦૦૪ માં કોંગ્રેસના વિક્રમ માડમે આ બેઠક પર વિજય મેળવ્યો હતો. વર્ષ ર૦૦૯ માં આ બેઠકનો ક્રમાંક બદલાયો હતો, અને વર્ષ ર૦૦૯ ની ચૂંટણીમાં પણ વિક્રમ માડમ ૧ર-જામનગરની બેઠક પરથી ચૂંટાયા હતાં. તે પછી વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં ભાજપના પૂનમબેન માડમ આ બેઠક પરથી ચૂંટાયા હતાં, અને વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન નસીબ અજમાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial