Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તાલુકાની હરીપર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભઃ કેરીના રસનું રસપાન

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિભેટ અર્પણઃ

ખંભાળીયા તાલુકાની હરીપર તાલુકા શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ભાવ પ્રતિભાવો રજુ કર્યા તેમજ ગુરૂજનોએ આશીર્વચન આપ્યા. વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી. સાથે સાથે જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા જયાબેનના સ્મરણાર્થે ટ્રસ્ટી તેમજ શાળાના શિક્ષક સપનાબેન કાનાણીના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને કેરીના રસનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આચાર્ય છગનભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh