Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર પ્રાયવસી ભંગના ગુન્હામાં તક્સીરવાનઃ
જામનગર તા. ૩: ખંભાળિયામાં વસવાટ કરતી એક યુવતીએ જામનગરના કોન્ટ્રાક્ટર સામે પોક્સો તેમજ ધમકી અને દુષ્કર્મ ઉપરાંત પ્રાયવસી ભંગનો ગુન્હો નોંધાવ્યો હતો. તે કેસમાં કોર્ટે પ્રાયવસી ભંગ પૂરતો આરોપીને તક્સીરવાન ઠરાવી પોક્સો, દુષ્કર્મ, ધમકીના ગુન્હામાં તેનો છૂટકારો ફરમાવ્યો છે.
ખંભાળિયામાં વસવાટ કરતા એક યુવતીએ વર્ષ ૨૦૧૯માં જામનગરના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર અનિલ વિરમભાઈ રાજગોર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પોતે જ્યારે સગીર વયના હતા ત્યારે તેણીના સ્નાનના ફોટા અનિલે પાડી લીધા હતા અને તે પછી તેનો વીડિયો બતાવી આ યુવતીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. તે યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ પજવણી કરતા અનિલે યુવતીના પતિને વીડિયો તથા ફોટા મોકલાવી બદનામ કરી હતી.
આ ફરિયાદ પરથી પોલીસે પોક્સો, દુષ્કર્મ, ધમકી, પ્રાયવસીનો ભંગ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી અનિલ વિરમભાઈ રાજગોરની ધરપકડ કરી હતી. આ કેસ ખંભાળિયાની પોક્સો અદાલતમાં ચાલવા પર આવ્યો હતો. જ્યાં અદાલતે આરોપીએ ખાનગી ફોટા જાહેર કરી ફરિયાદી યુવતીની પ્રાયવસીનો ભંગ કર્યાે છે તેમ માની આઈટી એક્ટ પૂરતો આરોપીને તક્સીરવાન ઠરાવ્યો હતો અને દુષ્કર્મ, ધમકી તથા પોક્સોના આરોપમાંથી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. અદાલતે નોંધ લીધી છે કે, કોઈ સગીરાને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મનો આ કેસ નથી પરંતુ બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સહમતીથી સંબંધ બંધાયો હોય અને એકબીજાના ફોટા, વીડિયો લેવડદેવડ થઈ હોવાનો આ કિસ્સો જણાઈ આવે છે. આરોપી તરફથી વકીલ અમદાવાદની લાખાણી એન્ડ લાખાણી લીગલ કન્સલ્ટન્સીના વકીલ પિયુષ લાખાણી, રીટાબેન લાખાણી, નીલ લાખાણી, સચિન કદમ, સંજય માતંગ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial