Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના જંબુસરમાં વાડી વિસ્તારમાં બન્યો બનાવઃ
જામનગર તા. ૩: દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં ગયા રવિવારે એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. આ યુવતીને તેણીના પતિ સાથે ન લઈ જતાં માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભર્યાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના બરખલા ગામના વાડી વિસ્તારમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બોરખેડા ગામના વતની સુનીતાબેન રાજુભાઈ સસ્તીયા (ઉ.વ.૨૬) નામના આદિવાસી મહિલાએ ગયા રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જંબુસર ગામમાં આવેલા વાડી વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
સારવારમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જંબુસરમાં મજૂરીકામ કરતા કુલસિંગ નહાલાભાઈ બડોલેએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ સુનીતાબેનને તેમના પતિ રાજુભાઈ સસ્તીયા પોતાની સાથે ન લઈ જતાં તેણીને માઠું લાગી આવ્યું હતું અને તેથી જ તેણીએ દવા પી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial