Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ઈલેક્ટોરલ બોન્ડના નામે 'ચંદા દો.... ધંધા લો'ની લૂંટનીતિનો પર્દાફાશ

જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ દ્વારા વિસ્તૃત ખુલાસોઃ

જામનગર તા. ૩: સમગ્ર દેશમાં ઈલેક્ટોરલ બોન્ડના નામે સત્તાધારી ભાજપે ચલાવેલી લૂંટનીતિ અંગે ગુજરાતના તમામ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારની 'ચંદા દો... ધંધા લો'ની લૂંટનીતિનો પર્દાફાશ કરવા અને તેની વિગતો આમ જનતા સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પ્રસંગે જામનગરના પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમે જણાવ્યું કે, ઈલક્ટોરલ બોન્ડની યોજના સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાલબત્તી ધરી હોવા છતાં કેન્દ્રની ભાજપ સરકારે તેને અમલમાં મૂકી હતી. એટલું જ નહીં, તાજેતરમાં જ કેન્દ્રના નાણામંત્રીના પતિ અને અર્થશાસ્ત્રના નિષ્ણાતે ઈલેક્ટોરલ બોન્ડની યોજનાને ભાજપ સરકારનું વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે ત્યારે આ ઈલેક્ટોરલ બોન્ડની લૂંટનીતિની સમગ્ર દેશની જનતાને જાણ કરવાનો કોંગ્રેસનો હેતુ છે.

ઈલેક્ટોરલ બોન્ડ અંગે જવાબદાર બેંકે જાણીજોઈને સમય વિતાવ્યો... પણ અંતે સર્વોચ્ચ અદાલતના કડક વલણના કારણે બેંકે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરવી પડી છે.

આ બોન્ડ મારફતે ભાજપે ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયા યેન-કેન પ્રકારે વસૂલ કર્યા છે. આ ફંડ આપનારાના ૩૮ કોર્પોરેટ ગ્રુપને છેલ્લા છ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે ૧૭૯ કોન્ટ્રાક્ટના રૂ. ચાર લાખ કરોડના કામ આપ્યા છે. આ કંપનીઓએ ભાજપને બે હજાર કરોડ આપ્યા છે.

આ પ્રકારના લગભગ વીસેક જેટલા ગંભીર મુદ્દાઓ રજૂ કરી લોકોને ભાજપ સરકારની લૂંટનીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા દેશમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરવા, લોકશાહીને જીવંત રાખવા લડત ચલાવી રહી છે અને આગામી ચૂંટણીમાં લોકો જાગૃત થઈને મતદાન કરશે તે નક્કી છે.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી હોદ્દેદાર અને જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતા ભીખુભાઈ વારોતરિયા, જિલ્લા પ્રમુખ મનોજભાઈ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, ચેમ્બર પ્રમુખ અને પ્રદેશ પ્રતિનિધિ બિપેન્દ્રસિંહ જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, સાજીદભાઈ બ્લોચ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh