Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત
ખંભાળીયા તા. ૩: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ની તારીખો જાહેર થતાં લોકશાહીના મહા પર્વમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તેવા ઉદેશ્યથી ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
ભારત દેશમાં ચૂંટણીનો ઈતિહાસ રસપ્રદ રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ લોકસભા સામાન્ય ચૂંટણી વર્ષ-૧૯પ૧-પર માં યોજાઈ હતી. ત્યારે મતપેટી તેમજ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં અમૂલ પરિવર્તન આવ્યું છે. સમયની સાથે ચૂંટણી પ્રક્રિયા પારદર્શી બને તેવા ઉદ્દેશ્યથી ઈલેકટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં ૧૧ લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત ઈવીએમનો અનુભવ મેળવશે અને ગુજરાતમાં ર૯,૦૦૦ થી વધુ પોલિંગ સ્ટેશનમાં ૮૭ હજારથી વધુ બેલેટ યુનિટ અને ૭૧ યુનિટ, ૯૧૮, કંટ્રોલ યુનિટ અને ૯પ૧ વીવીપેટનો ઉપયોગ થશે. જેમાંથી ૩ર બેલેટ યુનિટ, ૩ર કંટ્રોલ યુનિટ અને ૩ર વીવીપેટ તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial