Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનનો કાચ તૂટી જવાના પ્રશ્ને ટ્રકચાલકને માર પડ્યોઃ
જામનગર તા. ૩: જામજોધપુરના સીદસરમાં એક ખેતરમાં ભેંસો ઘૂસી જતાં ખેડૂતે ભેંસના માલિકને કહેતા બે શખ્સે ખેડૂતને લાકડીથી ફટકાર્યા હતા. જ્યારે કલ્યાણપુરના ચુરમાં વાહનનો કાચ તોડી નાખવાના પ્રશ્ને ત્રણ શખ્સે ટ્રકચાલક સહિત બેને ધોકા-પાઈપથી માર માર્યાે હતો.
જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા હેનરીભાઈ મહેન્દ્રભાઈ પટેલના ખેતરમાં ગયા રવિવારે સીદસરના જેઠાભાઈ વજાભાઈ વંશની ભેંસો ઘૂસી જતાં હેનરીભાઈએ તે બાબતે જેઠાભાઈને કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા જેઠાભાઈ તથા તેના ભાઈ ગંધુભાઈ વંશે ઝઘડો કર્યાે હતો. ઉપરોક્ત બંને શખ્સે ગાળો ભાંડી લાકડી તથા પથ્થરથી હુમલો કરી હેનરીભાઈને માર માર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંેંધાયો છે.
ખંભાળિયાના રામનગરમાં રહેતા ધવલ ધરણાંતભાઈ ગોજીયા સોમવારે ચુર ગામના વાડી વિસ્તારમાંથી જીજે-૧૦-ટીએક્સ ૬૧૨૦ નંબરના ટ્રકમાં માટી ભરવા આવતા હતા ત્યારે કલ્યાણપુરના ચુર ગામના નેભાભાઈ કારાભાઈ ગોજીયા, કેવીન ગોજીયા, હરદાસ ગોજીયાએ અમારા ટ્રકનો કાચ સિદ્ધનાથ લખેલા ટ્રકચાલકે તોડી નાખ્યો છે તેમ કહી ધોકા તથા પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર જેસાભાઈ ખીમાણંદ ભાટીયાને પણ ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial