Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી ચકલી બચાવો અભિયાન હેઠળ
જામનગર તા. ૩: બહુમાળી મકાનો, અવાજનું પ્રદૂષણ, મોબાઈલ ટાવર અને ખોરાકનો અભાવ આવા અનેક કારણોસર ઘર આગળનું પક્ષી ચકલી આજે શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થતી જાય છે, લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા સમગ્ર વિશ્વમાં ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો છે, આ દિવસે વિશ્વભરમાં આ ઘર આંગણાના પક્ષી નાની એવી ચકલીને બચાવવા માટે અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે, જામનગરમાં પણ નવ વર્ષથી ચકલીપ્રેમી સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની સ્વૈચ્છિક અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા લોકોને વિનામૂલ્યે ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે
વોર્ડ નંબર ૨ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા તેઓ કોર્પોરેટર બન્યા ત્યારથી તેઓના ભથ્થાની રકમનો ઉપયોગ તેઓ ચકલી બચાવો અભિયાન દ્વારા ચકલીના માળા અને ઉનાળાની કાગઝાળ ગરમીમાં પક્ષીને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના બાઉલનું વિનામૂલ્ય વિતરણ કરી તેમાં ખર્ચ કરે છે, તેઓ આ અભિયાનમાં શહેરની સંસ્થા ભારત તિબ્બટ સંઘ, લાખોટા નેચર કલબ, લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ, નવાનગર નેચર ક્લબ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ તથા જામનગર ફોટોગ્રાફર એસોસિએશનને સહયોગમાં જોડાય ને આ અભિયાનને વધુ વેગવંતુ બનાવે છે.
વિશ્વ ચકલી દિવસે પ્રતિવર્ષ શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજવામાં આવતા ચકલી બચાવો અભિયાન કાર્યક્રમમાં આ વર્ષે શહેરના હવાઈ ચોક, લાલ બંગલા, પંચેશ્વર ટાવર તેમજ ડીકેવી સર્કલ પાસે યોજાયેલા ચકલીના માળા અને પક્ષીને પીવા માટે પાણીના બાઉલ વિતરણમાં શહેરના પક્ષીપ્રેમી તેમજ જીવદયાપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માળા-બાઉલ મેળવ્યા હતા. જેમાં ચકલીના માળા અને બાઉલ (કુલ ૯૦૦૦) નું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું.
જામનગરના વિસ્તારોમાં ચકલી બચાવો અભિયાનમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, પૂર્વ મેયર અમીબેન પરીખ બીનાબેન કોઠારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કનખરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષો હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી અને અશોકભાઈ નંદા, કોર્પોરેટર ભાઈ-બહેનો સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા વિગેરે અગ્રણીઓ ઉપસ્થ તિ રહ્યા હતા
ચકલી બચાવો અભિયાનમાં સહયોગી સંસ્થાના ભારત તિબ્બટ સંઘમાંથી મહિલા પાંખના અધ્યક્ષ પાયલબેન શર્મા, રીટાબેન ઝિંઝુવાડીયા, ધારાબેન પુરોહિત તેમજ લાખોટા નેચરલ ક્લબના જગતભાઈ રાવલ, સુરજભાઈ જોશી અને લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટના વિમળશા ઉદાણી, પંકજભાઈ ઠાકર જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના દીપકભાઈ લાખાણી, હારીતભાઈ જોશી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના હરીશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ પાઠક, થોમસનભાઈ અને નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજાએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર અભિયાન આ સેવાકીય કાર્યમાં જામનગરની વિવિધ સંસ્થા જ્ઞાતિ મંડળ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર જિલ્લા શહેર તેમજ મહિલા પાંખના આગેવાનો, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ, રાષ્ટ્રીય પરશુરામ સેના, બ્રહ્મદેવ સમાજ જામનગર, બ્રહ્મ અભ્યૂદય સંસ્થા, ડીલાઈટ ક્લબ, સખી ક્લબ, વિઝન કલબ, નારી ગુંજન ક્લબ તેમજ સંગીની ગ્રુપ, વોર્ડના પ્રમુખો જ્ઞાતિ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં ડિમ્પલબેન રાવલ તેમજ બીજી અન્ય સંસ્થાઓ દ્વારા થતા ચકલી બચાવો અભિયાનના પ્રયાસના પરિણામ હાલ જોવા મળી રહ્યું છે. આ અંગે કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે અભિયાનમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ હજુ વધુમાં વધુ જાગૃતિ દ્વારા ચકલીને લુપ્ત થતી અટકાવી ફરી ઘર આંગણે કિલકિલાટ કરતી શરૂ કરવા વધુ પ્રયત્ન કરવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial