Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ઈન્ડિયા' ગઠબંધનના જ ઉમેદવાર સામે મુકાબલોઃ
વાયનાડ તા. ૩: રાહુલ ગાંધીએ રોડ-શો કર્યા પછી વાયનાડ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની છે. હવે પ્રથમ તબક્કાનું મતદાન નજીકમાં જ છે ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેરળના વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ રોડ-શો યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
જો કે, ખાસ વાત એ છે કે આ સીટ પર રાહુલ ગાંધીનો મુકાબલો ઈન્ડિયા ગઠબંધનના સાથી ડાબેરી નેતા એની રાજા સાથે છે. રાહુલ ગાંધી વર્ષ ર૦૧૯ માં અહીંથી જીત્યા હતાં, પરંતુ ઉત્તરપ્રદેશમાં ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે કોંગ્રેસે હજુ ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં અમેઠી અને રાયબરેલીને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી નથી. ર૦૧૯ માં રાયબરેલીથી જીતેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કરી લીધું છે.
આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ઉમેદવાર બની શકે છે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રાહુલ ગાંધીએ રોડ-શો યોજ્યો હતો. જે દરમિયાન તેમણે વાયનાડની જનતા સાથે વાત કરતા જણાવ્યું કે હું મારી નાનીબહેન પ્રિયંકાની જેમ જ તમારી સાથે વર્તન કરૂ છું. તમારી સાથે મતદાર જેવું વર્તન નથી કરતો. વાયનાડની મારી જનતાનો હુ દિલથી આભાર વ્યક્ત કરૂ છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial