Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે ભાજપના સહારે?
જામનગર તા. ૩: આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત દોઢ ડઝન જેટલા પાટીદાર નેતાઓ-કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ચર્ચા જાગી છે.
જામનગર તા. ૩: આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાંથી અનેક આગેવાનો, કાર્યકરો રાજીનામા આપી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત દોઢ ડઝન જેટલા આગેવાનોએ રાજીનામા ધરી દીધા હતાં. આથી ચર્ચા જાગી છે.
જામનગર શહેરના 'આપ'ના પ્રમુખ કરશન કરમુર, મહામંત્રી આશિષ કંટારિયા, ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, અશ્વિન પ્રજાપતિ, લીગલ સેલના પ્રમુખ મયુર ઘેડિયા, શિક્ષણ સેલના પ્રમુખ મીતેન કાનાણી સહિતના દોઢ ડઝન જેટલા આગેવાનો, કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે.
ગત્ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના આગેવાનો દ્વારા કેટલાક કમિટમેન્ટ આપવામાં આવ્યા હતાં જેને પૂરા કરવામાં નહીં આવતા આખરે રાજીનામા આપવાની ફરજ પડી છે. તેમ કરશન કરમુરે જણાવ્યું છે.
આમ લોકસભાની ચૂંટણી પહેલા જ 'આપ'માંથી અનેક રાજીનામા પડતા ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ રાજીનામા આપનાર ભાજપનો સહારો લેશે તેમ પણ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial