Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તટરક્ષક કમાન્ડર (ડબલ્યુએસ)
અમદાવાદ તા. ૩: (પીઆઈબી) તટરક્ષક કમાન્ડર (પશ્ચિમી સી-બોર્ડ) અધિક મહાનિદેશક કે.આર. સુરેશ, પીટીએમ, ટીએમ, ૩૧ માર્ચ ર૦ર૪ ના સેવામાંથી નિવૃત્ત થયા છે. એડીજીએ ૩૭ વર્ષ સુધી અપ્રતિમ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરીને નેતૃત્વ અને ઉત્કૃષ્ટતાનો વારસો છોડ્યો છે.
આ અધિકારીનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને ૧૯ જાન્યુઆરી ૧૯૮૭ના તેઓ ભારતીય તટરક્ષકમાં જોડાયા હતાં. અધિક મહાનિદેશકના હોદ્દા પર બઢતી મળવાથી, તેમણે ૧૩ સપ્ટેમ્બર ર૦રર થી પશ્ચિમી સી-બોર્ડની કમાન સંભાળી હતી અને લગભગ ૧૯ મહિનાથી કમાન્ડમાં હતાં. આ સમયગાળા દરમિયાન પશ્ચિમી સી-બોર્ડે ૧૮૪ લોકોના જીવ બચાવ્યા છે. ર૬ સફળ તબીબી સ્થળાંતર કર્યા છે અને પશ્ચિમી સમુદ્ર કાંઠાના ઈઈઝેડના કિનારે આવેલા ટાપુઓમાં પણ સફળતાપૂર્વક બચાવ કામગીરી કરી છે. નાર્કોટિકસ અને દાણચોરી વિરોધી કામગીરીમાં સી-બોર્ડે સફળતા હાંસલ કરી હતી જેમાં રૂપિયા ૧,૭૦૦ કરોડનું નાર્કોટિક્સ ડ્રગ્સ,, ગેરકાયદે ડીઝલ, તમાકુ ઉત્પાદનોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય તટરક્ષક પશ્ચિમી સી-બોર્ડના તેઓ ટોચના હોદ્દે રહ્યા તે દરમિયાન પશ્ચિમી સી-બોર્ડની ટીમને પ્રતિષ્ઠિત ૦ર રાષ્ટ્રપતિ તટરક્ષક પદક, ૦પ તટરક્ષક પદક અને ર૦૯ મહાનિરદેશક ભારતીય તટરક્ષક પ્રશસ્થિથી સન્માનિત કરવામાં આવી છે.
અધિકારી કોમ્યુનિકેશન અને ઈલેકટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નવી દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ કોલેજ, મુંબઈ સ્થિત કોલેજ ઓફ નેવલ વોરફેર, અને ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
ફલેગ ઓફિસરે તેમની ઉજજવળ કારકિર્દી દરમિયાન તટરક્ષક જહાજોના લગભગ તમામ વર્ગોના સંચાલનનો કાર્યભાર સંભાળ્યો છે. તટીય પ્રદેશોમાં તેમની મહત્ત્વપૂર્ણ કમાન્ડ નિમણૂકોમાં કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન, કમાન્ડર કોસ્ટ ગાર્ડ સ્ટેટ કર્ણાટક અને કમાન્ડિંગ ઓફિસર આઈસીજીએસ મંડપનો સમાવેશ થાય છે. તેમણે નવી દિલ્હીમાં સીજીએચક્યુમાં અગ્ર નિયામક, મુંબઈમાં બ્યુરો ઓફ નાવિકસના ઓફિસર-ઈન-ચાર્જ અને તટરક્ષક વડામથકમાં મહાનિદેશક જેવા વિવિધ મુખ્ય સ્ટાફ નિયુક્તિના હોદ્દાઓ પણ સંભાળ્યા છે. નવી દિલ્હીમાં સીજીએચક્યુમાં તરીકેના કાર્યકાળ દરમિયાન, આઈસીજીએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરની કામગીરી અને કવાયતના સંચાલનમાં નવેસરથી પરિચાલન ઉત્સાહ અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial