Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તરછોડાયેલા નંદીઓ, વાછરડા, અશક્ત-બીમાર ગાયોની સેવાર્થે
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નજીક રપ વીઘા જમીનમાં તરછોડાયેલ બળદ, બીમાર, અપંગ ગૌમાતા, નિરાધાર ગૌમાતાની સેવા માટે નંદ બાવા-માતા યશોદા ગૌશાળાનું આયવોજન થયું છે.
ખંભાળિયા શહેરમાં તથા નજીકના વિસ્તારમાં રખડતી તથા નિરાધાર, અંધ-અપંગ ગૌમાતા તથા તરછોડાયેલા બળદો અને નાની ગૌમાતા વાછરડા, વાછરડી માટે કોઈ મોટી સંસ્થા સેવા આપતી હોય તેવું ઓછું હોય રખડતી ગૌમાતા તથા નંદીઓ અને નાના વાછરડા અને અશક્ત, માંદી ગાયોની સેવા માટે ખંભાળિયા નજીક રપ વીઘા જગ્યામાં નંદબાવા-માતા યશોદા ગૌશાળાનું આયોજન અગ્રણીઓ દ્વારા જયદાસ મહારાજની આગેવાનીમાં હાથ ધરાયું છે.
ખંભાળિયાની તમામ રખડતી નિરાધાર ગૌમાતાઓને સહાયરૂપ થવાની ભાવના સાથે શહેરની નજીકના વિસ્તારમાં રપ વીઘા જમીન મંગાઈ છે. જ્યાં વિશાળ ગૌશાળા બનાવીને નિરાધાર ગૌમાતાને સહાયરૂપ થઈ શકાય.
આ આયોજનમાં જયદાસ મહારાજ સાથે અગ્રણીઓ કારૂભાઈ ઘેડિયા, નરસીભાઈ મોવાણવાળા, કૌશિકભાઈ ચંદારાણા, પ્રવિણભાઈ વાઘેલા, એભાભાઈ એન. કરમુર (આદર્શ ગ્રુપવાળા), જેન્તીલાલ સુંદરજી રાયચુરા, પ્રવિણભાઈ જી. મોદી (લાંબાવાળા), અશ્વિનભાઈ એ. વ્યાસ, ગિરીશભાઈ સવજીભાઈ બથિયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, દિપકભાઈ ઝાટિયા, સુરેશભાઈ પોબારૂ વિગેરે જોડાયા હતાં.
નંદબાવા માતા યોશદા ગૌશાળા શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલનથી થનાર આ કાર્ય માટે ખંભાળિયા તથા દ્વારકા જિલ્લા તથા વિદેશોમાં રહેતા અહીંના લોકો જેવો આ મોટા સેવા કાર્યમાં મદદરૂપ થવા ઈચ્છતા હોય તેમણે જયદાસ મહારાજ ૯૯રપ૭ ૦પ૯૮૯ નો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.
હાલ નિરાધાર રખડતા ઢોરનો ત્રાસ પણ છે ત્યારે આ સંસ્થા દ્વારા વિશાળ ગૌશાળાનું આયોજન આ પ્રશ્નોમાંથી મુક્તિ અને પ્રશ્ન હલ કરવામાં મદદરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial