Advertisement
Author: નોબત સમાચાર

જયોતિરાવ ફૂલેની પ્રતિમા મુકવા માંગણી

જામનગર તા. ૩: જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામે ચોકમાં સમાજ સુધારક જયોતિરાવ ફૂલેની પ્રતિમા મુકવા એડવોકેટ ગૌતમ ગોહિલે માંગણી કરી છે. વીસેક વર્ષ અગાઉ મનપામાં ઠરાવ પણ કરાયો હતો પણ ત્યારપછી કોઈ કાર્યવાહી થઈ નથી. આગામી તા. ૧૧ એપ્રિલે જયોતિરાવ ફૂલેના જન્મદિને કોઈ જાહેરાત કે નક્કર કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં અનેક જિલ્લામાં એસસી-એસટી સેલના ડીવાયએસપીની જગ્યા ખાલી છે, અને ઈન્ચાર્જથી કામ ચલાવાય છે. જેથી અનુજાતિ-જનજાતિના અરજદારોને મુશ્કેલી પડે છે. આ સેલની ઓફિસો ધણી ધોરી વગરની હોય તેવી સ્થિતિ છે. આ તમામ જગ્યાઓ ભરવા તેમણે માંગણી કરી છે. જામનગરના ડો. આંબેડકર હોલ જર્જરીત થઈ ગયો હોય, તેનું તાકીદે રીનોવેશન કરાવવા પણ તેમણે રજુઆત કરી છે. દીવાલ તથા દરવાજાની ઉપરથી ઠેકીને અસામાજિક તત્ત્વો આ હોલને દુરૂપયોગ કરે છે. પીવાના પાણીની સુવિધા નથી. પંખા બગડી ગયા છે. બાલ્કનીમાં સરકારી ફાઈલો ખડકી દરવાજા બંધ કરી દેવાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh