Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઝહેરા ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ચિત્રકલા સ્પર્ધા યોજાઈ

બાળકોની સ્કીલને પ્લેટફોર્મ આપવા માટે

જામનગર તા.૩: ઝહેરા ફાઉન્ડેશન દ્વારા ગત તા. ૪-ર-ર૪ના કાલાવડ નાકા બહાર રોઝી સ્કૂલમાં પ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૧૭ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને ઝહેરા ફાઉન્ડેશન દ્વારા કલર, પેન્સીલ, રબર, શાર્પનર, ફુટપટીથી તથા સ્પર્ધાની સામગ્રીની કીટ આપવામાં આવી હતી.

ગ્રુપ એ માં પ થી ૭ વર્ષના બાળકોને રાષ્ટ્રધ્વજ તથા બે અન્ય ચિત્રો દોરીને આપી તેમાં કલર પૂરવાનું કહેવાયું હતું. તથા ગ્રુપ બી માં ૮ થી ૧૦ વર્ષના બાળકોને સેવ બર્થનું ચિત્ર ડોટડોટ થી બનાવી આપવામાં આવ્યું હતું. જેને પૂર્ણ કરી કલર પુરવાના હતાં. આધુનિકરણમાં જમીન, પર્યાવરણને થતાં નુકસાન અંગે જાગૃતિ માટે આ ચિત્રો બનાવાયા હતાં.

સંસ્થાના પ્રમુખ એડવોકેટ, કોર્પોરેટર જૈનબબેન ખફીએ જણાવ્યું હતું કે, બાળકોની સ્કિલને પ્લેટફોર્મની જરૂર હતી જેમાં ખૂબ સારા ચિત્રો બનાવાયા હતાં.

ખાસ કરીને સેવ ગલ્સ, સેલ ઈલેકટ્રીક સીટી, સેવ વોટર, એજ્યુકેશન અવેરનેશ, ધ્રુમપાન નિષેધ વગેરે દર્શાવતા ચિત્રો અદભૂત હતાં. આટલા બાળકો માટે પરિણામ જાહેર કરવું કઠીન હતું જેથી ભૂમિકા તબબ્સુમબેન અફઘાની, સેમીનાઝાબેન કુરેશી, મિતલરાઈ મુકુંદરાય, અશોકસિંહ વાળા એ નિભાવી હતી. તથા રોઝી સ્કૂલના પ્રિન્સીપાલ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં ઝહેરા ફાઉન્ડેશન અને બાળકોને પ્રોત્સાહનને વધારવા હાજી ઈબ્રાહીમભાઈ ખફી (પૂર્વ પ્રમુખ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ), હાજી આમદભાઈ ફુલવણી, જુસબભાઈ જે.કે. (પ્રમુખ-પટણી જમાત), હસનભાઈ ખફી, (સામાજિક કાર્યકર), હાજી રિઝવાનભાઈ જુણેજા (પ્રમુખ સંધિ જમાત), તોસીફભાઈ ગજાઈ, મહેમુદભાઈ વેહવારીયા, ગફારભાઈ વેહવારીયા, જુબેદાબેન ખીરા, રોજી સ્કૂલના ડાયરેકટર, રેહાનભાઈ ખીરા, પ્રિન્સીપાલ લોટસ સ્કૂલ, તસ્લીમબેન બ્લોચ (સંસ્કાર દીપ શાળાના પ્રિન્સીપાલ) ફિરોઝભાઈ બર્ડ ફોટોગ્રાફર, પ્રકાશભાઈ પટેલ, એડવોકેટ કુરેશીભાઈ, રંજનબેન ગજેરા (પ્રમુખ જામનગર મહિલા કોંગ્રેસ), કાસમભાઈ જોખિયા (કોર્પોરેટર વોર્ડ નં.૧) આનંદભાઈ રાઠોડ (કોર્પોરેટર વોર્ડ નં. ૧પ), રચનાબેન નંદાણીયા (કોર્પોરેટર વોર્ડ નં. ૪), દાઉદભાઈ નોતીયાર, ડો. તોસીફખાન પઠાણ (યુવક કોંગ્રેસ પ્રમુખ) મહિપાલિંહ જાડેજા (એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ મંત્રી), શક્તિસિંહ જેઠવા (ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી, રવિરાજસિંહ ગોહિલ (એનએસયુઆઈ પ્રમુખ સાજીદભાઈ બ્લોચ, જામનગર શહેર મંત્રી, શાહનવાઝભાઈ ખીલજી તેમજ મુન્ના ખાન પઠાણ, નિઝામભાઈ સફિયા, (પ્રમુખ આગાઝ ફાઉન્ડેશન), સલીમભાઈ પટણી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ઝહેરા ફાઉન્ડેશન પરિવારે જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh