Advertisement
Author: નોબત સમાચાર

એડવોકેટની હત્યામાં રિમાન્ડ પર રહેલા આરોપીઓ જેલહવાલે

હજુ સાત આરો૫ીની શોધખોળઃ

જામનગર તા. ૩: જામનગરના એડવોકેટની હત્યાના છ આરોપીને પોલીસે સાત દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કરાયા છે. આ ગુન્હામાં પકડાયેલા કાયદાથી સંઘર્ષિત બે કિશોરને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા.૧૩ના દિને એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે શંકાની સોય તાણી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટૂકડીઓ રચી હતી. ત્યારપછી સાયચા ગેંગના બશીર, ઈમરાન, સીકંદર, રમઝાન તેમજ દિલાવર કકલ, સુલેમાન કકલ અને કાયદાથી સંઘર્ષિત બે કિશોરને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા છ આરોપીને સાત-સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા છે, બાકીના સાત આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh