Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ડી.કે.વી. કોલેજમાં 'યુથ ઈન ડેમોક્રેસી' વિષયક કાર્યક્રમ

જામનગર તા. ૩: જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનધારા અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુથ ઈન ડેમોક્રેસી વિષય પર પ્રાંત અધિકારી જામનગર તથા મામલતદાર જામનગર શહેર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

હાલના સમયમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા આપણા દેશમાં છે. આપણા લોકતંત્રમાં યુવાનોનો મહત્ત્વનો ફાળો રહેલો છે. એક જાગૃત યુવાન નાગરિક તરીકે લોકતંત્રમાં શું મહત્ત્વ છે? તે સમજવાના મુખ્ય ઉદ્દેશ સાથે આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ૮પ જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh