Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળમાં ગંભીર અકસ્માત અટકાવનાર સ્થાનિક કી-મેનનું રેલવે દ્વારા કરાયું સન્માન

વેલ્ડ ફ્રેકચર દેખાતા જ સમય સુચકતાથી માલગાડીને રોકી હતી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૪: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરીઃ રાજકોટ ડિવિઝનના કર્મચારીને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે સન્માનિત કર્યા હતા. આ કી-મેને વેલ્ડ ફ્રેક્ચરનો સમયસર પતો લગાવી માલગાડીને રોકી, સંભવિત રેલ અકસ્માત થતો અટકાવ્યો હતો.

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રય પાંડેએ મુંબઈ સ્થિત મુખ્ય મથક (હેડક્વાર્ટર)માં વિવિધ ડિવિઝનના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેફ્ટી કામગીરી માટે સન્માનિત કર્યા હતા. આ કર્મચારીઓએ પોતાની સતર્કતા, ઝડપી નિર્ણય ક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા દ્વારા સેફ્ટી અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

સન્માનિત કર્મચારીઓમાં રાજકોટ ડિવિઝનના અશોક કુમાર, ટ્રેક મેન્ટેનર ગ્રેડ-૧ (મુખ્ય મથક હાપા) પણ સામેલ છે, જેમને રેલવે સેફ્ટી ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ મહાપ્રબંધક સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ૨૦ એપ્રિલ, ૨૦૨૬ના અશોક કુમાર, ટ્રેક મેન્ટેનર ગ્રેડ-૧, મુખ્ય મથક હાપા, જામનગરલાખાબાવળ સેક્શનમાં કી-મેન તરીકે ફરજ પર હતા. નિયમિત ટ્રેક નિરીક્ષણ દરમિયાન લાખાબાવળ તરફ જતી વખતે તેમણે દૂરથી જોયું કે ટ્રેક નીચેની તરફ નમેલો દેખાઈ રહૃાો છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી, જ્યાં રેલ વેલ્ડમાં ફ્રેક્ચર જોવા મળ્યું.

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં અશોક કુમારે સમય ગુમાવ્યા વિના ટ્રેકની સેફ્ટી સુનિશ્ચિત કરી અને તાત્કાલિક સમારકામનું કામ શરૂ કરી દીધું. આ જ દરમિયાન લાખાબાવળ તરફથી એક માલગાડી તે સેક્શન તરફ આગળ વધી રહી હતી. તેમણે તરત જ લાલ ઝંડી બતાવીને માલગાડીને વેલ્ડ ફ્રેક્ચરવાળા સ્થળ પહેલાં જ સેફ્ટી રીતે રોકી દીધી. ત્યારબાદ તેમણે જુનિયર એન્જિનિયર (પાથ વે), હાપા તથા અન્ય સંબંધિત અધિકારીઓને આ ઘટનાની જાણ કરી.

જરૂરી કટોકટીભર્યું સમારકામ પૂર્ણ થયા બાદ, માલગાડીને પ્રતિ કલાક ૧૦ કિલોમીટરની મર્યાદિત ઝડપે તે સ્થળેથી સેફ્ટી રીતે પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવેના સેફ્ટી સંચાલનની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે અન્ય જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવ્યા હતા. અશોક કુમાર દ્વારા દાખવવામાં આવેલી સતર્કતા, કોઠાસૂઝ અને કર્તવ્યનિષ્ઠાને કારણે એક સંભવિત મોટો અકસ્માત ટળી ગયો. તેમની આ પ્રશંસનીય કામગીરીથી રેલ સંચાલનની સેફ્ટી સુનિશ્ચિત થઈ અને રેલવે સંપત્તિ તેમજ ટ્રેનોને સંભવિત નુકસાન થતું બચાવી શકાયું.

મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ પુરસ્કાર વિજેતા કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમની નિષ્ઠા, સજાગતા અને કાર્ય પ્રત્યેનું સમર્પણ પશ્ચિમ રેલવેની મજબૂત સેફ્ટી સંસ્કૃતિનું પ્રતીક છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.

રાજકોટના ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીનાએ પણ અશોક કુમારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉત્કૃષ્ટ સેફ્ટી કામગીરીની પ્રશંસા કરીને ભવિષ્યમાં પણ આ જ રીતે સતર્કતાપૂર્વક કાર્ય કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

રાજકોટ ડિવિઝનને પોતાના આવા કર્તવ્યનિષ્ઠ અને સજાગ કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ઝડપી અને વિવેકપૂર્ણ નિર્ણયો લઈને રેલ સંચાલનની સેફ્ટી સુનિશ્ચિત કરે છે અને મુસાફરો, રેલવે સંપત્તિ તથા રેલ વાહનવ્યવહારની સેફ્ટીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh