Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી બે તથા ધ્રોલમાંથી નશાની હાલતમાં રખડતા ત્રણ ઝબ્બે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી તથા પટેલનગર-૧ પાસેથી બે શખ્સને પોલીસે નશાની હાલતમાં પકડી પાડ્યા છે. જ્યારે ધ્રોલમાંથી નશાની હાલતમાં બકવાસ કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી નજીકની શિવમ્ રેસીડેન્સી પાસેથી ગઈકાલે રાત્રે ઉમેદ વલ્લભભાઈ લખીયર નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાઈ જતા પોલીસે તેના પુત્ર સાગરની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

પટેલનગર-૧ નજીકથી મુકેશ બાબુભાઈ વાઘેલા નામના શખ્સને પણ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે તેના માતા ભાનુબેનની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલના ગાયત્રીનગર નજીકથી રફીક સુમારભાઈ રાઠોડ નામના શખ્સને પણ નશાની હાલતમાં બકવાસ કરતો પકડી પાડવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh