Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે છાસ વિતરણ કરાયું

શાંતિનાથ આરાધક મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેકના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવને તા.૧રના એક વર્ષ પૂર્ણ થયું, ત્યારે વિજયભાઈ રૂપાણી અને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી જામનગરના શાંતિનાથ આરાધક મંડળ દ્વારા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧થી ૧૨:૩૦ સુધી લાલબંગલા પાસે આવેલી પોપટ ધારશી જૈન બોર્ડિંગ પાસે રાહદારીઓ માટે છાસ વિતરણનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મેયર મોનીકાબેન વ્યાસ, કોર્પોરેટર દર્શન શેઠ ઉપરાંત બ્રિજેશ વોરા, આકાશ શાહ, રાજુભાઈ આર. શાહ, પ્રમોદભાઈ મહેતા, વિરેન્દ્રભાઈ વસા, જવાહરભાઈ મહેતા, અશોકભાઈ શાહ, ધવલભાઈ વોરા, નિરવભાઈ અને અજયભાઈ શેઠ વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh