Advertisement
Author: નોબત સમાચાર

સીસીટીવીની મદદથી ૯.૮૦ લાખની રોકડ ભરેલી થેલી શોધી માલિકને પરત અપાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૪: જામનગરના એક આસામીની ૯.૮૦ રોકડ વાળી થેલી પડી ગયા પછી પોલીસે તે થેલી શોધી કાઢી તેના માલિકને પરત સોંપી છે.

જામનગરના ડીકેવી સર્કલ વિસ્તારમાંથી દસેક દિવસ અગાઉ પસાર થતાં એક આસામીની ૯.૮૦ લાખની રોકડ રકમ ભરેલી થેલી ક્યાંક પડી ગઈ હતી. થેલી ગુમ થતાં આસામીએ પોતાના સ્તરે ઘણી શોધખોળ કરી હતી, પરંતુ થેલીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે તેણે સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ બનાવ અંગે સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી. જી. રાજ તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે ગુમ થયેલી રોકડ ભરેલી થેલી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારપછી જરૂૂરી ચકાસણી અને ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી થેલી તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી. પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે મોટી રકમ સલામત રીતે તેના માલિકને પરત મળી જતાં આસામીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh