Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે એસ્ટેટ શાખાની ટીમ ઉપર જીવલેણ હુમલો

દબાણ દૂર કરવા જતા પથ્થરમારો કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરમાં ગઈ સાંજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દબાણ હટાવવા માટે અંબર ચોકડી પાસે પહોંચી ત્યારે દબાણકારોએ આ ટીમ ઉપર મરચાનો સ્પ્રે ઉપરાંત પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. બનાવની જાણ થતા જ મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતાં. બીજી તરફ આ મુદ્દે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે.

જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા એવા ફ્લાઈઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતા આ બ્રિજ શહેર-નગરજનોની શાન સમાન છે, પરંતુ આ બ્રિજ નીચે અમુક લોકોએ કાચા ઝુંપડા ઊભા કરી વસવાટ શરૂ કરી દીધો છે. ત્યાં જ રહેવાનું, રસોઈ બનાવવાની, જમવાનું અને જાહેર રોડ ઉપર ગંદકી કરવાની પરિણામે જાહેરમાં ન્યુસન્સ થતું હતું અને કરોડોની કિંમતનો આ ફ્લાય ઓવરબ્રિજ ખરાબ લાગતો હતો.

આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ગત્ સાંજે આ દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી.

આ સમયે પહેલાથી જ કાવત્રુ રચીને તૈયાર રહેલા લોકોએ મરચાનો સ્પ્રે ઊડાડી પથ્થરમારો કર્યો હતો, જેમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમના ચાર કર્મચારીઓ ચેતનસિંહ, વિજય ઝાલા, વિજય ખરાડી અને મહિપત દાઉદીયાને ઈજા પહોંચતા ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી ઉપરાંત આસી. કમિશનર મુકેશ વરણવા, દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા, અનવર ગજ્જણ વિગેરે હોસ્પિટલ દોડી ગયા હતાં.

આ મુદ્દે અસ્ટેટ શાખાના ચેતનસિંહ કાળુભા જાડેજાએ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ કરવા, ગાળો કાઢવા, ગેરકાયદે મંડળી રચી મીર્ચી સ્પ્રે ઊડાડી, પથ્થરમારો કરી ઈજા પહોંચાડવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે કનૈયાલાલ પરમાર, ઉદલ કનૈયાલાલ પરમાર, નંદલાલ પરમાર, મલખાન ઉર્ફે ધધા તથા અજાણ્યા સ્ત્રી-પુરુષો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેની તપાસ પો.સ.ઈ. એસ.જી. કેશવાલા તપાસ ચલાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh