Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી દ્વારા
જામનગર તા. ર૪: સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. જામનગર દ્વારા સોસાયટીની ઓફિસ 'વિવેકાનંદ ભવન' ઉત્સવ પાર્ક, પ્લોટ નં. ૪-૧૪-૧પ, હરિયા કોલેજ આગળ, ઈન્દિરા ગાંધી માર્ગ પર એક્યુપ્રેસર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ચિકનગુનિયા, જુના સાંધાના દુઃખાવા, કમર દર્દ, પેટના રોગો, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું અને દરેબ બીમારીઓનો નિદાન દવા વગર (હાથ અને પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે.
કેમ્પની શરૂઆત કરતા પહેલા સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તથા ડીરેક્ટર મગનભાઈ સી. ચાંગાણી, ભાણજીભાઈ એમ. પાંભર, રમેશભાઈ આર. ગોરસિયા, કરશનભાઈ જી. ટીંબડિયા, પરેશભાઈ વી. કથીરિયા, મેઘજીભાઈ જી. પટોળિયા, તુલસીભાઈ વી. મુંગરા, વિપુલાબેન આર. વિરાણી, રમાબેન એસ. ચાંગાણી, ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા હેમતકુમાર તેમજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતુંં.
આ કેમ્પ તા. ર૩ થી ર૭-૬-ર૦ર૬ શનિવાર સુધી રહેશે. સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. દ્વારા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેસર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા હેમતકુમાર સેવા આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial