Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિને
જામનગર તા. ૨૪: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેર મધ્યેના બાયોડાયવર્સિટી પાર્કમાં અનોખા અને પ્રેરણાદાયી *વનમાં યોગ* શીર્ષક તળે વિશિષ્ટ યોગસાધના યોજાઈ હતી.આ ઉજવણીનો હેતુ માત્ર એક દિવસ માટે યોગાભ્યાસ પૂરતો સીમિત ન રહી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પર્યાવરણીય જતન અને માનવીય સ્વાસ્થયની સંયુક્ત પહેલ અંતર્ગત પર્યાવરણ સાથે યોગને જીવનશૈલી બનાવવાનો રહૃાો હતો. ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના પ્રેરણાદાયી માર્ગદર્શન તથા હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશભાઈ પટેલ(દાજી)ના આધ્યાત્મિક નેતૃત્વ તળે યોજાયો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જમીન પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સહયોગી સંસ્થાઓના સહકારથી વિકસાવવામાં આવેલ સોનલનગર બાયોડાયવર્સિટી પાર્ક ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલાં આ સમૃદ્ધ શહેરી વનના વાતાવરણમાં ૧૦૦થી વધુ યોગસાધકો, પ્રકૃતિપ્રેમીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક સામૂહિક યોગ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial