Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુઝલામ-સુફલામ યોજનાની મુદ્ત પૂર્ણ થવાનું બહાનુ
ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા પાલિકા નવા પ્રમુખ વિજય કણઝારિયા તથા તમની ટીમ દ્વારા મહત્ત્વનો નિર્ણય લઈ ઘી નદીમાંથી ગાંડી વેલ તથા કાંપ કાઢવાનું તે પણ મફતમાં રાજ્ય સરકારની સુજલામ-સુફલામ યોજનામાં શરૂ કરાયું હતું. ખેડૂતો દ્વારા નદીમાંથી કાંપ મેળવવા નક્કી કરાયેલું તથા એકાદ લાખ ખર્ચીને રસ્તો બનાવી મશીનો ગોઠવ્યા હતાં અને કામ ચાલુ કર્યું હતું, પરંતુ પાલિકા અધિકારી દ્વારા યોજનાની મુદ્ત પૂર્ણ થઈ ગઈ હોય, હવે સુજલામ્-સુફલામ્માં કોઈ પેમેન્ટ નહીં થાય તેમ કહીને કામ બંધ કરાવતા વર્ષો પછી ઘી નદી સાફ થવાની હતી તે હવે નહીં થાય.
ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા શા માટે સરકારી ગ્રાન્ટમાંથી ઘી નદીની સફાઈ કરવાનું કામ કરવામાં આવતું નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
ગંદકીના પ્રશ્ને હોદ્દેદારો તથા અધિકારી વચ્ચે શાબ્દિક યુદ્ધ
ખંભાળિયા પાલિકાના નવા હોદ્દેદારો દ્વારા વિવાદાસ્પદ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર થયા હતાં તેવા ડોર-ટુ-ડોર કચરાના ખાનગી કોન્ટ્રાક્ટરને બંધ કરીને પાલિકાના માણસો સાધનો દ્વારા ડોર-ટુ-ડોર કામગીરી શરૂ કરી પણ પાલિકા પાસે પૂરતા સાધનો, માણસો ના હોય, ડોર-ટુ-ડોર કામગીરી સારી રીતે ના થતાં ગંદકીના ઢગલા પર બેઠેલા ખંભાળિયામાં પાલિકા દ્વારા કામ શરૂ થવાને ર૪ દિવસ પછી પણ હજુ યોગ્ય રીતે કામ ના થતું હોય, ગઈકાલે પાલિકા પ્રમુખ અન્ય હોદ્દેદારો તથા ચીફ ઓફિસર-અધિકારી વચ્ચે આ પ્રશ્ન હલ કરવા શાબ્દિક યુદ્ધ જેવું ગરમ વાતાવરણ થઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial