Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘી ડેમમાં ડૂબી જતાં યુવકનું નિપજ્યું મૃત્યુઃ
જામનગર તા. ૨૪: કાલાવડના ટોડામાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના એક યુવાન વાઈ આવતા કૂવામાં પડી ગયા પછી માથામાં થયેલી ઈજાના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ખંભાળિયાના ઘી ડેમમાં ન્હાવા ઉતરેલા એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં અમૃતભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભુવેરા ગામના દસુભાઈ બીજયાભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવાનને ચારેક વર્ષથી વાઈ આવતી હતી. આ યુવાન ગઈકાલે સવારે વાઈ આવી જતાં કૂવામાં પડી ગયા હતા. માથામાં ઈજા પામેલા દસુભાઈને બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મુકેશભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયામાં શક્તિનગર ધાર પાસે વસવાટ કરતા કાળુભાઈ ભીખાભાઈ પરમાર નામના ચાલીસ વર્ષના યુવાન સોમવારે સાંજે ઘી ડેમમાં ન્હાવા ગયા પછી તેમાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. તેમના પુત્ર જયેશભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial